સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલ ઉપર ભાજપના 5 સ્ટીકર યથાવત

વલસાડ ડાંગ બેઠક ઉપર નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે આચાર સંહિતા નો અમલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અનેક કામગીરી જે તે તાલુકાના બ્લોક ઓફિસરો ને આપવામાં આવી છે જેમાં વિવિધ સરકારી બેનરો પોસ્ટરો ઉતારી લેવાના હોય છે પરંતુ સરકારી હોસ્પિટલ ની કમ્પાઉન્ડ વોલ ઉપર ભાજપ ના સ્ટીકર એ પણ એક નહીં પાંચ પાંચ લાગેલા જોવા મળ્યા હતા

કપરાડા મામલતદાર કચેરી ની સામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ પાછળ થી બાયફ અને કન્યા છત્રાલય તરફ જતા માર્ગ માં જ્યાં સરકારી હોસ્પિટલ ની કમ્પાઉન્ડ વોલ આવે છે ત્યાં પાછળ ની તરફ સોમવારે બપોર સુધી ભાજપના લાગેલા સ્ટીકરો જોવા મળ્યા અને એક સ્ટીકર રહી ગયું હોય તો માની લેવાય કે ભુલ થઈ શકે પરંતુ અહીં 5 જેટલા સ્ટીકરો એમ નેમ જોવા મળ્યા હતા શુ આ વિસ્તારમાં આચાર સંહિતા અંગે કામગીરી થઈ નહિ હોય જેવા સવાલો ઉઠ્યા જોકે બાદ માં સમગ્ર બાબતે એક જાગૃત નાગરિકે ધરમપુર પ્રાંત આધિકારી શ્રી નું ધ્યાન દોર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું
ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું ગ્રામીણ કક્ષા એ ચૂંટણી ની કામગીરી આપનારા કર્મચારી ને આવા સ્ટીકરો નયન પટલ ઉપર અંકિત થતા નહીં હોય…?





