ભાવનગર થી બે ગાયો ભરી નાસિક લઈ જતા બે ઝડપાયા ,અધિકૃત અધિકારીની કોઈ પરવાનગી ન હતી 

On: January 20, 2024 5:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર પોલીસે આંબા તલાટ હનુમંતમાળ રોડ ઉપર થી પિકઅપ માં કોઈ પણ અધિકૃત આધિકારી ની પાસ પરમીટ વિના ગાયો ને ઘસચારો વિના ક્રૂરતા પૂર્વક બાંધી ભાવનગર થી નાસિક લઈ જતા બે ઈસમો ઝડપાયા 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પીકઅપ નંબર એમ એચ 15 – એચ એચ 6002 માં બે ગાયો જેની કિંમત 10 હજાર ભાવનગર થી નાસિક તરફ કોઈ પણ અધિકૃત અધિકારી ની પરવાનગી વિના લઈ જવામાં આવી રહી હોય પોલીસે પિકઅપ અટકાવી ચાલક રાકેશ સચિન જાદવ રહે કરંજવન ફાંટા ડીંદોરી નાસિક,અને શુભમ રાજુ ભાઈ બરડે પાસે જરૂરી પરવાનગી માંગતા તેઓ પાસે કોઈ પરવાનગી ન હોય પોલીસે બે ગાયો પિકઅપ રૂપિયા 5 લાખ મળી કુલ 5,18000 ના મુદ્દમાલ સાથે બે ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ગાયો ને રાતા પાંજરાપોળ મોકલવા માટે ની તજવીજ હાથ ધરી છે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!