ધરમપુર પોલીસે માલનપાડા થી ગેરકાયદે  રૂપિયા 36,400 નો નવસારનો જથ્થો લઈ જતા નાનાપોઢાના રાજસ્થાનીને ઝડપી લીધો

On: January 20, 2024 3:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીને આધારે છોટા હાથી ટેમ્પોમાં પ્લાસ્ટિકના થયેલા માં 130 બોક્ષમાં નવસાર ની હેરાફેરી થતી હોવની બાતમી મળી હતી જે આધારે પોલીસે વોચ હોઠવતા માલન પાડા પેટ્રોલ પમ્પ નજીક છોટાહાથી ભરી ને માલનપાડા ખાતે ડિલિવરી કરવા જતાં રાજસ્થાનીને ઝડપી લીધો છે 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માલન પાડા ખાતે ધરમપુર પોલીસના ચેતન મનસુખ પરમાર અને અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એક છોટા હાથી ટેમ્પો નંબર જી જે 15 એ વી 8388 આવતા તેને ઉભો રાખી તપાસ કરતા ટેમ્પમાં 13 જેટલા પ્લાસ્ટિકના મિણીયા કોથળા માં ખાખી પુઠાના બોક્ષ નંગ 130 માં એક બોક્ષમાં 126 પાટ કુલ 3640 પાટ જેની કિંમત 36,400 રૂપિયા સાથે ચાલક સુવાલાલ મોહનજી કુમાવત રહે નાનાપોઢા લુહાર ફળીયા ની ધરપકડ કરી છે ટેમ્પની કિંમત મળી કુલ 2,36,400 નો મુદ્દમાલ કબ્જે લીધો છે 

નોંધનીય છે કે પકડાયેલ ઇશમ છેલ્લા 4 વર્ષ થી ગેરકાયદે ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં નવસાર નું વેચાણ કરે છે ..નવસાર નો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય પકડાયેલો જથ્થો જ દર્શાવે છે કે ધરમપુર વિસ્તારમાં કેટલી હદે દેશી દારૂ બનાવવામાં આવતો હશે અને કેટલું વેચાણ થતું હશે 

પકડાયેલ ઇશમ માલનપાડા ખાતે ચંદુભાઈ અને પાર્વતી બેન ને ત્યાં નવસાર સપ્લાય કરવા જતો હોવાનું પોલીસ ની પ્રાથમિક પૂછ પરછ માં જણાવ્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!