પારડી તાલુકાના લખમાં પોર ગામની યુવતી રાત્રે પૈસા લેવા જાઉં છું કહી ને ઘરે થી નીકળ્યા બાદ પરત ન થતા પરિવારજનો એ શોધખોળ કરી પરંતુ તે મળી નહિ અને આજે લાશ મળતા પરિવારજનોમાં શોકની લાગણી

વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટાંકી નજીક કોઈ યુવતીની અર્ધ બળેલી હાલત માં લાશ પડી હોવાની જાણકારી સ્થાનિકોએ વહેલી સવારે સરપંચ અને તે બાદ પોલીસ ને થતા વલસાડ રૂરલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી .અર્ધ બળેલી હાલત માં લાશ ને જોતા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વર્તાઈ રહી છે જોકે સમગ્ર બાબતે પોલીસે યુવતી કોણ છે એ અંગે તપાસ કરતા યુવતી હસુમતી મહેશ પટેલ ઉ.વ.35 પારડી તાલુકાના લખમાં પોર ગામે રહેતી હતી

જે લગ્ન બાદ છુટા છેડા પણ થયા હોય બે સંતાન ની માતા હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું જે રાત્રી દરમ્યાન પોતાના ઘરે થી પૈસા લેવા જાઉં છું કહી ને ગયા બાદ ઘરે પરત ન થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જોકે તેની ભાળ મળી નહિ આજે અચાનક તેની લાશ વેલવાચ પાસે પાણીની ટાંકી નજીક મળી આવતા તેના મોત અંગે રહસ્ય ઘેરાયું છે






