Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

3000 જેટલા યુવાનોના સથવારે યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ધરમપુરમાં સ્વામી વિવેકનંદજીની 162મી જન્મજયંતી રંગેચંગે ઉજવાઇ

On: January 13, 2024 3:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકનંદજી જ છે : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.  કરનરાજ વાઘેલાજી

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ  ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જન્મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ઉજવાઇ હતી જેમાં નગરની અને તાલુકાની ૨૦થી વધુ  શાળા અને કોલેજના ૩૦૦૦ થી વધુ વિધ્યાર્થીમિત્રો  એબીવીપીના કાર્યકર્તાઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

સવારે ૮.૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ કરી હતી, બાદ પ્રાસંગિક આવકાર બાદ ૩૦૦૦થી વધુ યુવા વિધ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા-રેલી નગરના સમડીચોકથી પ્રભુફળિયા, મોટાબજાર, ટાવરરોડ, રાધાકૃષ્ણ મંદિર, ગાંધીબાગ, દશોન્દી ફળિયા, ગાર્ડન રોડ, બાબાસાહેબ આંબેડકર સર્કલ, એસ.ટી. ડેપો રોડ, જેલરોડ થઈ લક્ષ્મીનારાયણ મંદિર પરિસરે સંપન્ન થઈ હતી, સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીન જયઘોષના સથવારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું હતું.  

પરિસરમા આયોજિત યુવા સંમેલનના મુખ્ય વક્તા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો કરનરાજ વાઘેલાજીએ (આઈપીએસ) ૩૦૦૦ જેટલા યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકનંદજી જ છે, યુવા અવસ્થામાં દરેક વિધ્યાર્થી પાસે એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ અને એને પામવા પ્રચંડ પુરુષાર્થ પણ કરવો જોઈએ અનેકવિધ ઈતર પ્રવૃતિઑમાં પણ રસ લઈ દરેક પાસામાં પરંગતતા મેળવવી એ આજના વિધ્યાર્થીઑ માટે ખૂબ જરૂરી છે  આ સાથે એમને પોતાના જીવનમાં જે સ્વામી વિવેકાનંદજીના વિચારો આત્મસાત કર્યા હતા જેમાં આત્મવિશ્વાસ, ધીરજ અને ધ્યેયપ્રાપ્તિ મુખ્યત્વે રહ્યા હતા એમ જણાવી ડો વાઘેલજીએ પોતે એમબીબીએસ (ડૉક્ટર) થયા બાદ એક વર્ષ ઇન્ટેનશીપ કરી અને ત્યાર બાદ પણ આઇપીએસ બનવાનું સ્વપ્નું સેવ્યું અને એને વિવેકનંદજીના સિધ્ધાંતો – આદર્શો થકી સિધ્ધ કર્યાની પોતાની આખી જીવનગાથા ભાવવાહી શૈલીમાં કહી હતી અને હાલ તાજેતરમાં આવેલ “૧૨મુ ફેઇલ” પીકચર દરેક વિધ્યાર્થીઑને જોવા અનુરોધ કર્યો હતો

બાદ બીજા  વ્યક્ત હરિકૃષ્ણ શાસ્ત્રીજીએ વિધ્યાથીઓને વિવેકાનંદજીના આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મસંયમના સિધ્ધાંતો આધારીત વિસ્તૃત છણાવટ  કરી ઉપસ્થિત યુવાનોને પોતાની જાતમાં શ્રધ્ધા રાખી આત્મશ્રદ્ધા કેળવવા અને શ્રદ્ધાના પાયા પર ઊભા રહી બળવાન બનવાનું નવું સૂત્ર આપ્યું હતું, બાદ વિધ્યાથીઓએ પ્રશ્નોતરી કાળ દરમિયાન કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતા જેના બંને વક્તાઓએ વરફરતી ભાવવાહી ઉત્તરો આપ્યા હતા. પ્રશ્નોતરી કાળ સૌથી વધુ રોચક રહ્યો હતો

યુવા સંમેલનની શરૂવાતમાં ડો દોલતભાઈ  દેસાઇએ ટ્રસ્ટની પ્રવૃતિઑનો પરિચય આપી સૌને આવકાર્યા હતા બાદ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે યુવાનોને વિવેકાનંદજીના મુખ્ય સિદ્ધાંત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહોને જીવનમાં આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો.  આ પ્રસંગે જીવાભાઇ આહીર, વસંતભાઈ કોટક, મુકેશ મેરાઈ, પંકજ પટેલ, હિતેશ મેરાઈ વલસાડના મિતુલ દેસાઇ, વિગેરે હાજર  રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને અભરવિધિ પ્રતિક કોટકે આટોપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!