કપરાડા બોર્ડરના ગામોમાં દમણગંગા નદીમાં બેફામ રેતી ખનન

On: May 30, 2026 9:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કોના ઈશારે ચાલે છે મોટા પાયે રેતી ખનન (આવતા એપિસોડ માં )

અધિકારીની મિલી ભગત કે પછી નૈવેદ્ય ના ખેલ? રેતી ચોરો બિન્દાસ્ત 8 થી વધુ બોટ દ્વારા રેતી ઉલેચી કરોડ઼ો રૂપિયા ની રોયલ્ટી ચોરી થઇ રહી છે 

કપરાડા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં જ્યાં દાદરા નગર હવેલી અને ગુજરાત ની બોર્ડર આવેલી છે તેવા ઘોડબારી, ઘાડવી, ટુકવાડા જેવા વિસ્તારમાં માં ટીટુમાળનો  ઈશમ બેફામ રેતીખનન કરી રહ્યો હોવાની આધાર ભૂત સૂત્રો પાસે માહિતી મળી રહી છે.

હાલ જ્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા બહુ જૂજ લોકોને નદીના વિસ્તારમાં થી રેતી કાઢવા માટે રોયલ્ટી આપવામાં આવી છે ત્યાં બોર્ડર વિલેજના ગામો માં રોજના વહેલી પરોઢીયે રોજ ની 10 થી વધુ ટ્રકો સવારે રેતી ભરી ને વહન થઇ રહી છે. રોયલ્ટી વિના કરોડ઼ો રૂપિયાની રેતી ચોરી નું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું હોવાની બુમ ઉઠી રહી છે.

એક તરફ ગુજરાતના કપરાડા ના ગામોમાં ઘાડવી પંચાયત ની પાછળના ભાગે થી જતો કાચો રોડ ઉપર થી નદીના પટ માં રેતીના ધક્કા બનાવી ત્યાં બોટ દ્વારા રેતી લાવવા માં આવે છે જ આવા આઠ થી વધુ ધક્કા ઓ નદી કિનારે બનાવવા માં આવ્યા છે જ્યાં પરોઢીયે ચાર વાગ્યાં થી 9 વાગ્યાં સુધી માં રેતી ચોરી બેફામ રીતે કરાઈ રહી છે. રોજની 10 થી વધુ ટ્રકો ભરી ને રેતી લઇ જવામાં આવી રહી છે જેની સંચાલન એકજ વ્યક્તિ કરી રહ્યો હોવાની માહિતી મળી રહી છે 

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ વિસ્તારમાં માં આવતા જ ના હોવાનું કહેવાય છે સાથે એવી પણ ચર્ચા કેટલાક રેતી કાઢનારા કરી રહ્યા છે કે અધિકારી ઓને તો નૈવેદ્ય ધરો એટલે આ વિસ્તારમાં માં ડોકાવા પણ આવતા નથી ત્યારે સવાલ એ થાયઃ છે કે કુદરતી સંપત્તિ ને નુકશાન થઇ રહ્યું છે નદી માંથી જે રીતે રેતી ઉલ્લેચવામાં આવી રહી છે એ જોતા એક વાત નક્કી છે કે કોઈ અધિકારી કે રાજકીય નેતા ની છત્રછાંયા માં આ ગેરકયદેસર પ્રવૃત્તિ ધમઘમી રહી છે જેના કારણે જ અહીં રેતી ચોરો બેફામ બન્યા છે 

જંગલ ખાતા ની જમીન માં જ્યાં લોકો જે એક ખૂટો દાટવા નથી દેતા ત્યાં જંગલ જમીન માંથી રોજિંદા રેતી ભરેલી ટ્રકો પણ બેફામ દોડી રહી છે શું જંગલ ખાતા એ ટ્રકો લઇ જવા માટે રેતી ચોરો ને ખોળે બેસી પરવાનગી આપી છે ખરી? ત્યારે જિલ્લા કલેકટર નીતિન સાગવાન આ સમગ્ર બાબતે તપાસ કરાવે નહિ તો જેતે વિભાગ નું નામ તો બગડી જ રહ્યું છે સાથે સાથે કુદરતી સંપત્તિ ને પણ નુકશાન થઇ રહ્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!