ઉધોગો માટે અને પિયત માટે પાણી પૂરતું છે પરંતુ હોડી હંકારી રોજી રળનારા માટે ચિંતા જનક પરિબળ
દૂધનીના બંને કિનારે પાણી સુકાઈ જતાં શિકારા બોટ સંચાલકો ની હોડીઓ લંગારી,પાણી ઓછું થતાં પર્યટકોમાં નિરાશા

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં જેના શ્રીનગર તરીકે ઓળખવામાં આવે છે એવા દૂધની લેક માં પાણી માત્ર 36 ટકા પાણી ઘટી ગયું. મધુબન ડેમમાં ઉનાળો શરૂ થતાં પાણી માત્ર 36 ટકા જ રહી જતાં હવે દૂધની તળાવ માં પાણી સુકાઈ જતાં હવે આવતા પર્યટકોને પણ બોટિંગ કરવા જવાની મજા રહી ના હોવાની જણાય રહ્યું છે સાથે જ પાણી સુકતા કિનારા ઉપર ની ખાસ્સી જમીન દેખાતી થઈ છે જેના કારણે પર્યટકો ની સંખ્યા માં પણ ઘટાડો નોંધાયો છે અને તેની સીધી અસર અહી ફરવા માટે આવતા લોકોની સંખ્યા માં ઘટાડો થતાં શિકારા બોટ ઉપર રોજી મેળવતા લોકો ને સીધી થઈ રહી છે

સંઘ પ્રદેશને અફાટ પ્રાકૃતિક સૌદર્ય પ્રાપ્ત છે જેમાં દાદરા અને નગર હવેલીને પ્રકૃતિ નું સ્વર્ગ કહેવામાં આવે છે પરંતુ આ સ્વર્ગ ની સુંદરતા હવે ઉનાળો તેની ચરમશીમાં ઉપર છે ત્યારે ઘટી રહી છે. દૂધની માં આવેલા તળાવ માં મધુબન ડેમ નું પાણી હાલ માત્ર 36 ટકા જેટલું જ રહી જતાં દૂધની અને તેની આસપાસ ના વિસ્તારમાં પાણી સુકાઈ ગયું છે અને અનેક જગ્યા ઉપર જમીનો સ્પષ્ટ પણે જોઈ શકાય છે સાથે જ દૂધની જળાશય માં પાણી ઓછું થતાં પર્યટકો ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યું છે જેના કારણે દૂધની માં જળાશય જે કાશ્મીર માં આવેલા શિકારા બોટ માટે જાણીતું છે એવી જ અદલ બોટ દૂધની માં પણ પર્યટકો ફરે છે પરંતુ પાણી ઓછું થવાથી હવે હોડી સંચાલકો પણ ચિંતા માં છે કારણ કે વધુ પાણી હોવાથી જે રીતે દ્રશ્યો અને પ્રકૃતિ ની ઝલક જોવા મળે છે તે હવે આકર્ષક રહી નથી જેથી ઓછા પાણી માં હોડીઓ ચલાવવા માટે પણ પુષ્કળ મહેનત માંગી લે છે સાથે પર્યટકો માં પણ ઘટાડો જોવા મળ્યો છે. મધુબન ડેમ ને કારણે આખું વર્ષ અહી ડેમ નું પાણી સંગ્રહિત રહેતું હોવાને કારણે આસાની થી હોડીઓ ફરે છે તેમજ અહી આવનાર લોકો ને પણ પુષ્કળ પાણી હોવાથી અલ્હાદક વાતાવરણ નો અનુભવ થાય છે પરંતુ આ વરશે જે રીતે ગરમી નો પ્રકોપ વધ્યો છે તે જોતાં દમણગંગા નદી માં પાણી સુકાઈ રહ્યું છે દમણગંગા ઉપર બનેલા મધુબન ડેમ માં સામાન્ય રીતે પાણી ફેબ્રુવારી માસ સુધી માં 75.60 મીટર ની સપાટી ઉપર રહે છે પરંતુ હાલમાં ડેમ માં પાણી ની સપાટી 70.60 મીટર સુધી પહચી ગઈ છે. ઉનાળા ને કારણે હાલમાં 10 મીટર જેટલો પાણી ની સપાટી માં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે ડેમ માં 36 ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રો પાસે થી જાણકારી મળી રહી છે આગામી દિવસ માં વરસાદ પણ તૈયારી કરી રહ્યો હોય ત્યારે જો વરસાદ થસે તો મધુબન ડેમ ફરી થી યથાગત થઈ શકે છે પણ જો વરસાદ ખેંચાયો તો પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે



