જિલ્લાની 18 ચેકપોસ્ટ,અને નવા 14 ચેકનાકા ઉભા કરી સઘન ચેકીંગ હાથ ધરાશે

31 ડિસેમ્બરના રોજ દમણ ની સેલગાહ જનારા અનેક લોકો દારૂનો નશો કરી પરત ફરત હોય છે ત્યારે આવા નશામાં ધૂત લોકો માટે ગુજરાત પોલીસે વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે જ્યાં 18 ચેકપોસ્ટ અને નવી 14 ચેક પોઇન્ટ ઉભા કરી ને સઘન વાહન ચેકીંગ અને સંઘ પ્રદેશથી આવતા લોકોને બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરી ને તપાસ કરાશે

વલસાડ જિલ્લા ડી એસ પી ડો.કરણરાજ વાઘેલા એ આપેલી વિગતો મુજબ ગુજરાતમાં પોલીસ અત્યાર થી જ વિશેષ એક્શન પ્લાન રેડી કરી ચુકી છે અને તે મુજબ દારૂ નો નશો કરી ને આવનારા તમામ લોકોને કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવું પડશે.જિલ્લામાં સંઘ પ્રદેશમાંથી પ્રવેશ કરતા 18 ચેકપોસ્ટ આવેલી સાથે જ નવી 14 ચેક પોઇન્ટ બનાવી ને સઘન વાહન ચેકીંગ તેમજ વ્યક્તિગત ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે
સાથે સાથે ફાર્મ હાઉસ બંધ કમ્પનીઓ અને સહિત ની જગ્યા ઉપર પોલીસ સઘન ચેકીંગ કરશે જો દારૂનો જથ્થો કે કોઈ ગેરકયદેસર થતી પ્રવૃત્તિ જણાય આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે
દમણ સેલવાસ મહારાષ્ટ્ર બોર્ડર પોલીસ સાથે સંયુક્ત બોર્ડર કોંફરન્સ યોજી સંયુક્ત રીતે ચેકીંગ અભિયાન હાથ ધરશે જે અંતર્ગત કોસ્ટલ એરિયા માં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું





