Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પારડી તાલુકાના અંબાચ ગામે ડી એસ પી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો 

On: December 17, 2023 9:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાયબર ક્રાઈમ,વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા,તેમજ આરોગ્ય અંગે આયુષમાન કાર્ડ બનાવી લેવા દરેક ને શુચન કર્યું 

સ્વામી વિવેકાનંદ હોય કે બાબા સાહેબ આંબેડકર દરેકે કહ્યું છે કે શિક્ષણ જ વ્યક્તિ ને ઉચ્ચ દરજ્જો આપવી શકે છે દરેક યુવાનો ફરજિયાત ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા અનુરોધ કર્યો સાથે જ ગ્રેજ્યુએટ થયા પછી સરકારી નોકરી માટે ના દ્વારા ખુલી જાય છે ;ડો.કરણરાજ વાઘેલા 

પારડી તાલુકાના અંબાચ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી કક્ષાના પ્રશ્નો તેમજ વિવિધ સમસ્યાઓ અંગે લોકોની રજૂઆત સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે ગામના સરપંચ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને ગ્રામજનોને આવકાર આપી સ્વાગત પ્રવચન કરાયું હતું તેમજ લોકોને પોતાની સમસ્યા રજૂ કરવા માટે અનુરોધ કરાયો હતો

ગામના સ્થાનિક આગેવાનો દ્વારા જમીન માપણીના પ્રશ્નો અંગેની રજૂઆત કરાઈ હતી જેમાં ડી એલ આર વિભાગ દ્વારા કરવામાં આવેલી ક્ષતિઓ અંગે જાણકારી અપાઈ હતી જે બાબતે તેઓ વહીવટી અને સંકલનની મીટીંગમાં યોગ્ય રજૂઆત કરશે તે અંગે પણ ડીએસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે શિક્ષણ નો હાલના સમયમાં ખૂબ મહત્વ છે તેમજ સ્વામી વિવેકાનંદ હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ તમામ લોકો શિક્ષણને ખૂબ ઊંચો દરજ્જો માને છે તેમજ તેઓ પણ કહી ગયા છે કે શિક્ષણ મળશે તો જ વ્યક્તિ ઉચ્ચ સ્થાને પહોંચી શકશે જેથી દરેક યુવાનોને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો હતો તે સાથે જ તેમણે મહિલાઓને પણ જણાવ્યું કે તેમના પતિદેવો જ્યારે પણ બહાર જાય ત્યારે બાઈક ઉપર તેમની સલામતી માટે હેલ્મેટ અવશ્ય પહેરે તે અંગેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે હાલમાં જ કરવામાં આવેલા સર્વે અનુસાર વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કુલ 23 જેટલા બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ત્રણ જેટલા બ્લેક સ્પોટ નાનાપોન્ડા કપરાડા માર્ગ ઉપર છે જ્યારે અન્ય 20 જેટલા બ્લેક સ્પોટ નેશનલ હાઈવે નંબર 48 ઉપર છે જ્યાં આગળ વર્ષમાં સૌથી વધુ વાર અકસ્માતો થાય છે અને અકસ્માતોથી બચવા માટે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી તમામ લોકો હેલ્મેટ પહેરે તે માટે તેમણે સંપૂર્ણ બહાર મૂક્યો હતો, તેમણે ગ્રામજનોના વખાણ કરતા જણાવ્યું કે ગામમાં કોઈપણ મોટા ગુના બન્યા નથી એટલે ગ્રામજનોમાં એકતા અને સંવાદિતા જોવા મળી રહી છે આ પ્રસંગે તેમને સાયબર ક્રાઇમ ને લગતા વિવિધ ગુનાઓ ગુનેગારો કેવી રીતે લોકોને ફસાવે છે તે અંગે પણ લોક ઉપયોગી માહિતી આપી હતી તેમજ કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તેવા સમયે વલસાડ જિલ્લા ડીએસપી કચેરી ખાતે ચાલતા સાઇબર ક્રાઇમમાં બે ચીજક બની ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું હતું તેમણે લોકોને કહ્યું કે અજાણી લિંક ઉપર ક્યારે પણ સાથે જ સોશિયલ મીડિયા ઉપર આવતા અજાણ્યા નંબરના વિડીયો કોલ ક્યારે પણ ઉઠાવવા ન જોઈએ નહીં તો તમે પણ સાયબર વિડીયો કોલ ના ભોગ બની શકો છો સાથે સાથે તેમણે જણાવ્યું કે ગ્રામીણ કક્ષાએ રહેતા લોકોએ અવારનવાર પોતાની જમીનમાં સાત બારના ઉતારા અને જરૂરી દસ્તાવેજોમાં પોતાના નામ છે કે નહીં ક્યારેય કોની કેટલી એન્ટ્રી પડી છે એ તમામ વિગતો ઉપર પણ નજર રાખતા રહેવા જણાવ્યું હતું કારણ કે જે રીતે લેન્ડ ગેબીંગના ગુનાઓ હાલ નોંધાઈ રહ્યા છે તેને જોતા ભૂ મફિયા સક્રિય થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું સ્થાનિક લોકોને આરોગ્ય લગતી જાણકારી આપતા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે હાલમાં સરકારની આયુષ્માન ભારત યોજના ખૂબ જ ઉપયોગી છે કોઈપણ ગંભીર બીમારી હોય કે કોઈ પણ મોટા ઓપરેશનો નો ખર્ચ સામાન્ય વ્યક્તિ ઉઠાવી શકતું નથી ત્યારે સરકારની આયુષ્માન ભારત યોજના નો કાર્ડ બનાવી લેવા બાદ દસ લાખ સુધીના નાણા નો ખર્ચ અને સારવાર સરકાર ભોગવી લેતી હોય છે ત્યારે દરેક લોકોએ આયુષ્માન ભારત કઢાવી લેવા અનુરોધ કર્યો હતો તેમ જ સરપંચશ્રીને પણ લોકો સુધી આયુષ્માન ભારત યોજના નો લાભ મળે તે પ્રકારની ગોઠવણ કરવા માટે જણાવ્યું હતું

આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે વાપી ડીવાયએસપી બી એન દવે વાપી ડુંગરા પોલીસ મથકના પીઆઇ મયુર પટેલ સહિત ગામ મહિલા સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અંકિત પટેલે કર્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!