તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે ટી.ડી.ઓ ને તલાટી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કરી માંગ

ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ સરકારી નોકરી કરતા અધિકારીઓ જાણે પોતે મનસ્વી વહીવટ કરી મન ફાવે એમ રોફ જમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે ધરમપુર ના ઊંડાણ માં આવેલ ગામ મામાભાચા ગામે રહેતા એક અરજદાર પોતાના પેઢીનામું બનવવા માટે જરૂરી કાગળો અને સોગંદ નામું કરાવવા માટે તલાટી પાસે પહોંચ્યા હતા જ્યાં તલાટી મહાશય અરજદાર ઉપર તાડુકી ઉઠ્યા અને તેના દસ્તાવેજો ગુસ્સે ભરાઈ ફાડી ને ફેંકી દીધા હતા તલાટી મહાશય ને એટલું પણ જ્ઞાન રહ્યું નહિ કે તેમની પાસે કામ લઈ ને આવેલ અરજદાર ના જરૂરી દસ્તાવેજો તેમણે ફાડી ફેંકી દીધા જે અંગે આદિવાસી સમાજ ના અગ્રણી દ્વારા ટીડીઓ ને લેખિત ફરિયાદ કરી તલાટી ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે

મામાભાચા ગામના સુમન ભાઈ સોમા ભાઈ ગવળી જાતિનો દાખલો કઢાવવા માટે પોતાના તમામ એલ સી આધાર કાર્ડ તેમજ સોગંદનામ ની નકલ લઈ ને તલાટી પાસે સહી સિક્કા કરાવવા માટે ગયા હતા ત્યારે તલાટી ઉશ્કેરાઈ જઈ ને અશોકભાઈ દ્વારા અરજદાર સુમનભાઈ ના કાગળો ફાડી ને ફેંકી દેતા બંને વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી એક તલાટી તરીકે અરજદારના કાગળો ફાડી નાખતા સહેજ પણ તેમણે ખચકાટ ન અનુભવ્યો એટલું જ નહીં તેમના આ કૃત્ય બાદ તેમને કેટલું નુકશાન થશે એ પણ વિચાર કર્યા વિના કાગળો ફાડી નાખ્યા હતા સરકારી કર્મચારી ઓ લોક સેવા માટે હોય છે ન કે આવનાર અરજદાર ની પરેશાની વધારવા માટે આજે સમગ્ર બાબત ની જાણકારી તાલુકા પંચાયત અપક્ષ સભ્ય ને થતા જ તેમણે ધરમપુર ટીડીઓ સમક્ષ વિવાદિત તલાટી ની હરકત અંગે લેખિત માં રજુઆત કરી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવા ની માંગ કરી હતી
અરજદાર છેલ્લા કેટલાક દિવસો થી જાતિના દાખલો કઢાવવા માટે વિવિધ કાગળો બનાવવા ચક્કર કાપી રહ્યા હતા અને જરૂરી સોગંદનામું બનાવવા માટે અંદાજિત 7 થી 8000 જેટલો ખર્ચ કરી કાગળો બનાવ્યા હતા એ કાગળ જ તલાટી મહાશયે ફાડી ને ફેંકી દેતા અરજદાર ને નુકશાન પહોંચ્યું છે
વળી આદિવાસી સમાજ ના અગ્રણી કલ્પેશ પટેલ દ્વારા લેખિત રજુઆત દરમ્યાન ટીડીઓ સમક્ષ તલાટી ને બોલાવવામાં આવતા તેમણે કબૂલ પણ કર્યું કે તેમણે જ અરજદાર ના કાગળો ફાડી ને ફેંકી દીધા હતા જે કેટલી હદે યોગ્ય કહી શકાય સમગ્ર બાબતે વલસાડ જિલ્લા ડી ડી ઓ દ્વારા તલાટી સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરશે કે કેમ એવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે





