

હાલમાં સરકાર શ્રી ની વિવિધ યોજના નો લાભ ગામે ગામના લોકોનો મળે જાણકારી મળે એ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શુક્રવાર ના રોજ બપોરે ધરમપુર ના જામલિયા એટલે કે તાલુકા પંચાયત ના નવા પ્રમુખના ગામ માં પહોંચી હતી જ્યાં લોકોની ભીડ ઓછી પણ કાર્યક્રમ સફળ બનાવવા માટે કાર્યક્રમ માં સ્કૂલના નાના ભૂલકાઓ ને આગળ બેસાડી શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી જે હાલ ચર્ચા નો વિષય બન્યો છે

સમગ્ર ધરમપુર માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે ત્યારે લોકોને યોજનાકીય જાણકારી અને લાભ આપવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અનેક સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે જે યાત્રા શુક્રવાર ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ ભાઈ મહાલા ના ગામ માં જામલિયા ખાતે પહોંચી હતી જ્યાં કાર્યક્રમ ની જાણકારી લોકો ને અગાઉ થી આપવામાં આવી હતી કે નહીં એ તો ઈશ્વર જાણે પરંતુ કાર્યક્રમ સ્થળ ઉપર લોકો બહુ ઓછા પ્રમાણ માં ભેગા થતા આવેલા અધિકારી સામે શરમ માં ન મુકાવવું પડે એ માટે કાર્યક્રમ મંડપ માં સ્કૂલના ભૂલકા બેસાડી દઈ ને મંડપ માં ફૂલ ગુલાબી વાતવરણ રજૂ કરવામાં આવ્યું હોવાનું તસ્વીર માં પ્રત્યક્ષ તરી આવે છે.
એક તરફ એવી પણ ચર્ચા ઉઠી હતી કે પ્રમુખ શ્રીના ગામ માં કાર્યક્રમ હોય અને લોકો એકત્ર ન થાય તો તેઓનું ગામ અને આસપાસ ના લોકો માં કેટલું વર્ચસ્વ છે એ પણ પ્રશ્ન ઉભો કરે છે ત્યારે હકીકત શુ છે એ તો ત્યાં કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા લોકો જાણે પરંતુ હાલ તો સ્થળ ઉપર લેવામાં આવેલી તસવીરો બોલી રહી છે કે કાર્યક્રમ માં માત્ર બાળકોને આગલી હરોળ માં બેસાડી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો





