
કપરાડા ના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા ગુજરાત સરકાર ના નાણાં મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, સંસદસભ્ય ડો.કે.સી. પટેલ ની વિશેષ ઉપસ્તીથી માં સ્નેહમિલન કાર્યક્રમ નું કરાયું આયોજન

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય સી. આર. પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાગરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ કપરાડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષસ્થાને, ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ માનનીય હેમંતભાઈ કંસારા,વલસાડ ના સંસદસભ્ય ડો. કે.સી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન નાનાપોંઢા ખાતે કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમ માં દીપપ્રગત્ય બાદ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

કપરાડા ના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી કાર્યકર્તાઓને આવકારી નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી
વલસાડ ના સંસદસભ્યશ્રી ડો.કે.સી.પટેલે સ્નેહમિલન કાર્યક્રમ માં કાર્યકર્તાઓની કામગીરી ને બિરદાવી આગામી લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવા આવાહન કર્યું હતું
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ઉપસ્થિત તમામ લોકો ને આવકારી દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વ માં કાર્યરત કેન્દ્ર સરકાર અને ગુજરાત માં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની હેઠળ અનેક લોકઉપયોગી યોજનાઓ અમલ મૂકી છે જેના કારણે છેવાડા ના માનવી ને પણ તેમના જીવન અને પરિવાર માં ઘણી રાહત મળી છે, હેમંતભાઈ એ આગામી લોકસભાની ચૂંટણી લક્ષી માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું
ગણદેવી ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ માં કાર્યકર્તાઓને ને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું
ગુજરાત સરકાર ના નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ના કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઇ એ આગામી લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરી કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી ઉપસ્થિત સહુ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી,ભારતીય જનતા પાર્ટી દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ માં ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીઓ માટે સજ્જ હોવાનું જણાવાયું હતું

આ તબબકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત ના કપરાડા ભાજપ ના પ્રભારી રાજુભાઇ રાઠોડ,વલસાડ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત તમામ સમિતિઓ ના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત ના સભ્યો, કપરાડા તાલુકા પંચાયત હીરાબેન માહલા, પારડી તાલુકા પંચાયત ના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ,વાપી તાલુકા પંચાયત ના પ્રમુખ મનોજભાઈ પટેલ, કપરાડા તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ ગાંવીત, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ,વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ,કપરાડા તાલુકા ભાજપ ના મહામંત્રી શૈલેષભાઇ તુમડા, પારડી તાલુકા ભાજપ ના મહામંત્રી અજયભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપ ના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ,કપરાડા તાલુકા ભાજપ મહામંત્રી કલ્પેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપ ના મહામંત્રી જયેશભાઇ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ, સોશયિલ મીડીયા ના શંખનાદ કાયઁક્રમના જીલ્લા ઇન્ચાર્જ ખુશ્બુબેન શાહ, તાલુકા ના આઈટી સોશિયલ મીડીયા ઈન્ચાજશ્રીઓ, કપરાડા તાલુકા પંચાયત ના સભ્યો વિવિધ મોરચાના હોદેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા





