ચેકપોસ્ટ ની વચ્ચેની લેનમાં જવાને સ્થાને સાઈડ લેનમાં ઘુસી ગયેલ ક્રેન ચાલક ક્રેન રીવર્સ લેતો હતો ત્યારે બસ ક્રેનમાં ભટકાઈ ક્લીનર અને ક્રેન ચાલક ને ગંભીર ઈજાતો થતા સારવાર માટે તલાસરી સરકારી હોસ્પિટલ ખસેડતા ક્લીનર નું મોત જયારે એસ ટી ચાલક બસ માં દબાઈ જતા બંને પગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો

સુરત ડેપો ની બસ મહારાષ્ટ્રના મહાડ થી પરત સુરત આવી રહી હતી ત્યારે મહારાષ્ટ્રના તલાસરી ચેક પોસ્ટ નજીક રાત્રે અઢી વાગ્યા ની આસપાસમાં અકસ્માત ની ઘટના બની હતી ક્રેન ચાલક ચેકપોસ્ટ ની લેન માં ભૂલ થી ઘુસી ગયો હોય તે ક્રેન રીવર્સ લઇ રહ્યો હતી ત્યારે પાછળ આવી રહેલ એસ ટી બસ અને ક્રેન ભટકયા હતા જેમાં રીવર્સ લેવડાવી રહેલ ક્લીનર પણ દબાયો હતો જેને સારવાર માટે લઇ જતા મોત નીપજ્યું છે

મહાડ થી સુરત આવી રહેલી ગુજરત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ નંબર જી જે ૧૮ ઝેડ ૭૬૮૯ રાત્રે આવી રહી હતી ત્યારે એક મોટી ક્રેન જે તલાસરી ચેક પોસ્ટની લેન માં રીવર્સ લઇ રહી હતી ત્યારે એસ ટી અને ક્રેન વચ્ચે ટક્કર થતા ક્રેન નો ક્લીનર ઘટના માં ઈજા પામ્યો હતો જેને સારવાર માટે લઇ જતા તેનું મોત થયું હતું જયારે એસ ટી ચાલક ના બન્ને પગે ગંભીર ઈજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડાયો છે જયારે બસ માં સવાર ૫ મુસાફરો ને પણ નાની મોટી ઇજાઓ પહોચી છે ઘટના અંગે ની જાણકારી મળતા વાપી ડેપોના કર્મચારી અને અધિકારો પણ ઘટના સ્થળે પહોચ્યા હતા એમજ તલાસરી પોલીસ પણ સ્થળ ઉપર પહોચી હતી





