કપરાડા કુંભઘાટના બિસમાર માર્ગ માટે નીતિન ગડકરીને લેખિત રજુઆત

On: September 24, 2023 5:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા ને.હા.ના વિભાગના મંત્રી નીતિનભાઈ ને રજુઆત કરી ગ્રાન્ટ ફાળવવા રોડ બનાવવા માટે કરાઈ રજુઆત

નાનાપોઢા કપરાડા માર્ગ છેલ્લા 10 વર્ષ થી વધુ સમય થી દર બે વર્ષે બનવવા માં આવે છે પરંતુ દર ચોમાસે આ માર્ગ વરસાદી પાણી વહેવા ને કારણે કુંભ ઘાટ માં ધોવાઈ જાય છે .જેના કારણે વાહન ચાલકો ને આવવા જવા માટે ભારે મુશ્કેલી સર્જાય છે.રોજિંદા અહીં થી શાકભાજી ના ટેમ્પો થી લઈ મોટા ભારે વાહનો માર્ગનો ઉપયોગ નાસિક જવા માટે કરે છે ત્યારે રોડ ખરાબ હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. નેશનલ હાઇવે વિભાગ દ્વારા અનેક રજુઆત છતાં તાજેતર માં બિસમાર બનેલા રોડ ને બનાવવા માટે ફાઇલ ઉચ્ચ કચેરીમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે .

આવા સમયે જેઓ રિજીંદા કપરાડા આવતા જતા હોય તેઓની હલત કાફોડી બની છે માંડવા ગામ થી લઈ કપરાડા મુખ્ય મથક સુધી ના માર્ગમાં પડેલા જીવલેણ ખાળા અનેક વાહન ચાલકો માટે જોખમી બની રહ્યા છે નાસિક તરફથી સાધનો સામગ્રી ભરીને આવનારા અનેક વાહન ચાલકોને અકસ્માત નોંતરી રહ્યા છે. સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા અનેક જગ્યાઓ પર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ માર્ગને બનાવવા માટે કોઈ વહીવટી મંજૂરી પ્રાપ્ત થઈ નથી જેના કારણે લોકોને ભરો ચોમાસે આ જીવને રોડ ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે જોકે આ બાબતની ગંભીરતાને જોતા કપરાડાના સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને લેખિતમાં રજૂઆત કરી નાનાપોઢા થી કપરાડા સુધીના માર્ગને પ્રાથમિકતા ના ધોરણે ધ્યાને લઇ બનાવવા માટે રજુઆત કરાઈ છે.વળી 22 કરોડ ના ખર્ચે કુંભઘાટમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે પણ અગાઉ થી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે હાલ તો હાઇવે ઓથોરિટી વિભાવ દવારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખાડા પૂરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!