જિલ્લાનું ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ભવન વાપીમાં બનશે

On: September 20, 2023 2:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કનુભાઈ દેસાઈ ની અધક્ષતામાં ડીપીએમસી ભવન નું પ્રેઝન્ટેશન ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયું 

વલસાડ જિલ્લાનું ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), જે આખા જિલ્લાનું, વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં બનાવવા માટે, માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના આવહાન પર, જેનું કાર્ય વર્ષો પહેલા થયું ન હોતું એવું DPMC વાપી નોટીફાઈડ એરિયા માં GSDMA ના સહયોગથી બનાવવામાં આવશે. જેનું આજે માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના ગાંધીનગર સચિવાલય  ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. DPMC ભવનનું પ્રેઝન્ટેશન, ઇક્યુપમેન્ટ, અને તેને આગળ કેવી રીતે ચલાવવું તે વિષે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું અને DPMC બનાવવાનું આયોજન જેમ બને તેમ ઝડપી રીતે કાર્યરત કરવા વલસાડ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્તાર ગુંદલાવ, પારડી, ઉમરગામ, સરીગામ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને અતુલ લિ. રેમન્ડ,  જેવી મોટી કંપનીઓ ને સાથે રાખી આ ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવશે, અને એ માટે આજ રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ ના અધ્યક્ષ સ્થાને મિટીંગમાં VIA ના પ્રમુખ સતિષ પટેલ, નોટીફાઈડ એરિયા ઓથોરિટી, વાપીના ચેરમેન હેમંત પટેલ, GSDMA ના CEO મનીષ ભારદ્વાજ, GIDC ના VC & MD રાહુલ ગુપ્તા, નોટીફાઈડ એરિયા, વાપીના ચીફ ઓફિસર શ્રી ડી.બી.સાગર, GSDMA ગુજરાતના ACEO એ.જે.અસારી અને GSDMA વાપીના સેકટર મેનેજર પ્રશાંત મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને આગળ  તૈયારી ના ભાગરૂપે રૂપરેખા તૈયાર કરવામાં આવી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!