દમણથી ટાટા ટેમ્પોમાં લઇ જવાતો કિ.રૂ! ૫,૮૦,૮૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એલ સી બી 

On: September 20, 2023 10:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જીલ્લામાંથી પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂં વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વી.બી.બારડ તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો હિતેશભાઈ હુમલભાઈ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે મોજે.ને.હા.નં.૪૮, સલવાવ ઓવરબ્રિજ ઉતરતા, ઇમ્પ્રેસમોલની સામે, મુંબઇથી સુરત જતા ટ્રેક ઉપર તા.વાપી જી.વલસાડ ખાતેથી એક સફેદ કલરનો ટાટા ટેમ્પો નં.GJ-15-YY-3940 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નીમાં ભરેલ ભારતીય બનાવટની વ્હીસ્કી/બીયરના બોક્ષ નંગ-૧૬૧ બાટલી/ટીન નંગ-૬૯૭૨ (૧૪૪૫.૪ લીટર) કિ.રૂ.૫,૮૦,૮૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા સાધનિક કાગળોની ફાઇલ-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૦,૮૫,૮૦૦/-ના પ્રોહી મુદામાલ સાથે આરોપી ટાટા ટેમ્પોનો ક્લીનર અમિત ચન્દ્રકાંત હળપતિ ઉ.વ.૩૧ રહે, કુંતા વચલા ફળીયા, તા.વાપી જી.વલસાડ નાને પકડી પાડી પ્રોહી મુદામાલ તપાસઅર્થે કબજે કરવામાં આવેલ છે. અને પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી ટાટા ટેમ્પોનો ચાલક શ્રવણકુમાર રામસુરત સિંહ રહે, હાલ.કુંતા, કુંતેશ્વર રેસીડેન્સી, તા.વાપી જી.વલસાડ મુળ રહે.૫૫,ચપરાંગ, નુઆંવ, ઐવતી, કૈમુર (ભબુઆ) બિહાર વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.પો.કો હિતેશ હમલભાઇ ચાવડા નાઓએ ડુંગરા પો.સ્ટે. ખાતે શ્રી.સ.ત. ફરીયાદ આપતા ડુંગરા પો.સ્ટે. સી- પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૦૦૫૧૨૩૨૦૯૫ /૨૦૨૩ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ),૮૧,૯૮(૨),૧૧૬(ખ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને પકડાયેલ આરોપી તથા મુદામાલનો કબજો વધુ તપાસ અર્થે ડુંગરા પો.સ્ટે, ખાતે સુપ્રત કરેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!