
50 વર્ષીય અમરત ધનગરાની શોધખોળ જારી
ત્રમ્બક ખાતે કામ અર્થે જવા નીકળેલા પિતા પુત્ર અને અન્ય એક કિશોર દમણ ગંગા નદીના ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર થી પસાર થતા હતા ત્યારે નદીના ધસમસતા પ્રવાહ માં તણાઈ જતા એક કિશોર નું મોત થયું છે જ્યારે 1 કિશોર પાણીના પ્રવાહ સામે તરી ને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે જ્યારે 50 વર્ષીય આધેડ ની શોધખોળ જારી છે

કપરાડા તાલુકાના આસલોણા ગામે વાંગણ ફળીયા માં રહેતા અમરત લક્ષ્મણ ધનગરા ઉ.વ.50,તેનો પુત્ર જગદીશ અમરત ધનગરા ઉ.વ 11 તેમજ ગામનો અન્ય એક કિશોર અમુલ આબદાસ ચીખલે ઉ.વ 11 તમામ ગઈકાલે સવારે નજીકથી પસાર થતી દમણ ગંગા નદી ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર થી વહેતા પાણી માંથી પસાર થતા હતા ત્યારે અચાનક વહેંણ વધી જતાં 3 લોકો નદીના પાણીમાં તણાઈ જતા જગદીશ ધનગરા તરીને કિનારે આવી જતા આબાદ બચાવ થયો હતો જ્યારે ઘટના અંગે જગદીશે પરિજનો અને સ્થાનિકોની જાણકારી આપતા તુરંત લોકો નદી કોનારે આવી જગદીશના પિતા અને અન્ય કિશોર ની શોધખોળ હાથ ધરી હતી ઘટના અંગે કપરાડા પોલીસ ને જાણ કરતા

પી એસ આઈ જી એસ પટેલ અને કાફલો પહચ્યો હતો જ્યારે ધરમપુર ફાયર વિભાગની ટીમને જાણકારી આપતા ફાયરની ટિમ પણ સ્થળ ઉપર પહોંચી નદીમાં તણાયેલા 2 ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં કલાકો ની જહેમત બાદ 11 વર્ષીય કિશોર અમુલ ચીખલેની લાશ મળી આવતા પરિજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો પોલીસે લાશનો કબજો લઈ પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે જ્યારે હજુ પણ અમરત ધનગરાની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે …





