બાળકોને પુસ્તકાલય તરફ વળવા અનોખો અભિગમ

On: August 10, 2023 5:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

15 ઓગષ્ટે ચિત્ર સ્પર્ધાનું થશે ચાર સ્થળે આયોજન

આગામી 15 ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિતે વિદ્યાર્થીઓ તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા ઉમિયા વાંચન કુટીર તથા સાકાર વાંચન કુટીર મુકામે ” પુસ્તક પ્રદર્શન” તથા “ચિત્રકામ સ્પર્ધા” યોજાશે.
ભારત દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ તથા યુવા પેઢીને મોબાઈલનું વળગણ છોડાવી પુસ્તકાલય તરફ વાળવા માટે રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઇડ, કોટક એજન્સી ધરમપુર , રેઈન્બો વોરિયર્સ ધરમપુર , ગ્રામ પંચાયત આવધા, આંબાતલાટ, ખારવેલ તથા નાની ઢોલડુંગરી તા.ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આગામી 15 મી ઓગષ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ઉમિયા વાંચન કુટીર આંબાતલાટ, સાકાર વાંચન કુટીર આવધા, ખારવેલ તથા નાની ઢોલ ડુંગરી મુકામે પુસ્તક પ્રદર્શન (સવારે 8-00 સાંજે 7-00 કલાક સુધી) તથા વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના પ્રગટે એ માટે 15 ઓગષ્ટ “સ્વતંત્ર દિન” થીમ આધારિત ચિત્રકામ સ્પર્ધાનું (સવારે 10-30 થી 12-00 વાગ્યા સુધી) આયોજન કરવામાં આવ્યું છે.
જેનો વધુમાં વધુ પુસ્તકપ્રેમી વાચકમિત્રો, વિદ્યાર્થીઓને લાભ લેવા RAINBOW WARRIORS DHARAMPUR તરફથી આગ્રહભરી વિનંતી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!