Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વન અધિકાર જંગલ જમીન અપીલની ધરમપુરના ત્રણ ગામોની ૨૫૦ ફાઈલ સરકારમાં છેલ્લા ૧૦ વર્ષ થી પેડીંગ ?

On: August 10, 2023 8:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
અનેક સ્થળે રજુઆતો કરી ને થાકેલા જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મળાબેન જાદવે આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને લખિતમાં રજૂઆત કરી
નિર્મલાબેન જાદવ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુરના લાલ ડુંગરી ખાતે આવેલા ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને નિર્મળા બેન જાદવે લખિતમાં અરજી હાથો હાથ આપી સરકારમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંત થી પેન્ડીગ માં પડેલી જંગલ જમીન વન અધિકાર અંગેની ફાઈલનો નિકાલ કરી નિર્ણય લેવામાં આવે તે અંગે ની રજૂઆત કરી છે ધરમપુરના માત્ર ત્રણ ગામો મળીને કુલ ૨૫૦ જેટલી ફાઈલો પેન્ડીગ પડી છે

રજુઆત ની નકલ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુર કોલેજ ગ્રાઉન્ડ લાલ ડુંગરી ખાતે ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયાને નિર્મળાબેન દ્વારા લેખિતમાં અરજી કરી જણાવવામાં આવ્યું છે છેલ્લા ૧૦ વર્ષ થી ધરમપુરના ત્રણ ગામોમાં વન અધિકાર જંગલ જમીન ની અપીલ અંગે ની ૨૫૦ જેટલી ફાઈલ સરકારમાં પેન્ડીંગ પડી છે જેના કારણે અનેક ખેડૂતો આજે પણ ખેતી થી વંચિત રહ્યા છે.જો આ અપીલ માં પડેલી ફાઈલોનો નિકાલ કરવામાં આવે તો અનેક આદિવાસી સમાજના ખેડૂતો ને જંગલી જમીન માં ખેતી કરવાના હક્ક મળી શકે અને તેઓ પોતે ખેતી કરી પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવી શકે એમ છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તુતરખેડ ની 52,પૈખેડ ની 95,અવલ ખંડી ની ૧૦૩ મળી કુલ ૨૫૦ ફાઈલો અપીલમાં મુકવામાં આવી છે જે આજે પણ પેન્ડીંગ છે જે અંગે સરકાર માં ઘટતું કરી તેનો નિકાલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે સમગ્ર બાબતે મંત્રી પ્રફુલ ભાઈ દ્વારા પણ ઉચ્ચસ્તરે રજૂઆત કરી બને તેટલું જલ્દી સમગ્ર બાબતે કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરી યોગ્ય કામગીરી કરવા માટે ખાતરી આપવામાં આવી હતી 

આમ છેલ્લા ૧૦ વર્ષ થી જંગલ જમીન અધિકાર અંગે ની અપીલ ની ફાઈલો પેન્ડીંગ પડી છે એ નિકાલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!