
એલ સી બી એ 2,32000 નો મુદ્દમાલ કબ્જે કરી ભંગાર લેનાર સહિત 4 ને દબોચી લીધા,પ્લાન્ટ માંથી ચોરી કરી બાલદા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોરેલ મુદ્દમાલ સંતાડી રાખ્યો હતો જે બાદમાં ભંગાર વાળને ત્યાં લઈ જવાયો હતો
વલસાડ એલ સી બી એ પારડીના બાલદા ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી માં કામ કારી રહેલ એલ એન્ડ ટી કંપનીમાંથી ચોરી થયેલ કુલ રૂપિયા બે લાખથી વધુમાં લોખંડની ચોરી સંદર્ભે તપાસ કરતા ચાર જેટલા સમૂહને ઝડપી લીધા છે તેમની પાસેથી ચોરી કરાયેલું લોખંડ કબજે લેવામાં આવ્યું છે l&t કંપનીના યુનિટમાંથી ચોરી કર્યા બાદ આ લોખંડ ક્રિકેટ ગાઉન ખાતે સંતાડી દેવામાં આવ્યું હતું
પાર્ટીના દિપક વાળી ખાતે આવેલા અસલમ રફીક ના ભંગારના ગોડાઉનમાંથી પોલીસે એલ એન્ડ ટી કંપની માંથી ચોરાયેલ લોખંડ નો મુદ્દા માલ વીને આધારે તપાસ કરતા ઝડપી લીધો છે જે બાદ પોલીસે તપાસ શરૂ કરતા આ ચોરીમાં સંડોવાયેલા અસલમ રફીક શાહ ,સાહિદ ખલીલ ફારૂકી,હાર્દિક ભરત પટેલ,અજય અશોક નાયકા ની અટકાયત કરી તેમની પૂછ પરછ કરતા એલએનટી કંપનીના યુનિટમાંથી એક દિવસ અગાઉ હાર્દિક ભરત પટેલ અને અજય અશોક નાયકા એલ એન્ડ ટી કંપની માંથી ચોરી કરી ચાર લોખંડની પ્લેટ બાલદા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંતાડી દીધી હતી ત્યારબાદ આ ચારેય સમૂહ ભેગા મળી ટાટા જીપ નંબર જી જે 15 વાય વાય 3358 માં ચોરી કરેલા લોખંડ ને ભરી અસલમ રફીક શાહ ના ભંગારના ગોડાઉન માં વેચાણ અર્થે લઈ ગયા હતા હાલ તો પોલીસે ચારે ની અટકાયત કરી તેમની પાસે લોખંડની 4 પ્લેટ વજન 140 કિલોગ્રામ કિંમત 7000 તેમજ ટાટા જીપ કિંમત રૂપિયા 2 લાખ સહિત નું મુદ્દમાલ કબ્જે લીધો છે
સમગ્ર કેસ માં તપાસ દરમ્યાન એલ.સી.બી વલસાડ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.બારડ ની સુચના અને સતત માર્ગદર્શન હેઠળ એલ.સી.બી વલસાડના એ.એસ.આઈ પ્રવિણકુમાર કિરશનભાઈ તથા અ.પો.કો. આશીષ મયાભાઇ તથા અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઇ તથા અ.પો.કો. દશરથ જગદીશભાઇ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરી ગુન્હો ઉકેલી કાઢવામાં સફળતા મળેલી છે





