Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લા પોલીસ વડા દર સપ્તાહના ચોક્કસ દિવસે પોલીસ મથકો પર પ્રજાના પ્રશ્નો સાંભળશે

On: July 28, 2023 3:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પોલીસ અધિક્ષકશ્રી જિલ્લા ૧૩ પોલીસ સ્ટેશનોની વિઝિટ લઈ લોકોની રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવશે

જિલ્લા પોલીસ વડા સપ્તાહના નિર્ધારિત દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર રૂબરૂ જઈને જિલ્લાના નાગરિકોની રજૂઆતો સાંભળશે. 

જે મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા દર અઠવાડિયાના સોમવાર અને શુક્રવારે સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન પ્રજાજનોની ફરિયાદ તેમજ રજૂઆતો રૂબરૂ સાંભળશે. આ સિવાય બાકીના દિવસોમાં જિલ્લાના ૧૩ પોલીસ મથકોમાં જઈને લોકોની રૂબરૂ રજૂઆતો સાંભળશે. જે મુજબ પ્રથમ મંગળવારે વલસાડ સિટી પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને વલસાડ રૂરલ પોલીસ મથકે બપોરે ૧ કલાકે, બીજા મંગળવારે પારડી પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨ કલાકે, પ્રથમ ગુરૂવારે ડુંગરી પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, બીજા ગુરૂવારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨-૩૦ કલાકે, ત્રીજા મંગળવારે કપરાડા પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે અને નાનાપોંઢા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ચોથા બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, ચોથા શુક્રવારે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે, ડુંગરા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ત્રીજા ગુરૂવારે ભીલાડ પોલીસ મથકે બપોરે ૧૨-૩૦ કલાકે, ચોથા મંગળવારે ઉમરગામ પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને મરીન પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે જિલ્લા પોલીસ વડા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળશે.  

વલસાડ જિલ્લા પોલીસ વડાની આ કામગીરીથી પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થશે. પોલીસના આ હકારાત્મ અભિગમથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર પણ ઘટશે. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!