
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકવાળ મુકામે ખડકવાડ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઈડ , RAINBOW WARRIORS DHARAMPUR તથા પ્રાથમિક શાળા ખડકવાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે રક્તદાતાઓને આંબા કલમની ભેટ આપવામાં આવી.

કાર્યક્રમનું ઉદઘાટન રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખશ્રી વિરાજ શાહના હસ્તે કરવામાં આવ્યું. રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ બી.આર.સી કો. ઓર્ડીનેટર સંજયભાઈનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બારીયા સાહેબ , B.R.C કપરાડા સંજયભાઈ, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખશ્રી વિરાજભાઈ શાહ, ટ્રસ્ટી પરાગભાઈ, સેક્રેટરી વિરલ દેસાઈ, બ્લડ ડોનેશન ચેરમેન ભાવિનભાઈ, રાહુલ ભાઈ માજી સરપંચ ખડકવાળ મહેશભાઈ ગરાસિયા RTO કચેરી વલસાડ, જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર), જયેશભાઈ પાડવી (કાર્યાધ્યક્ષ જિલ્લા પ્રા.શિ.સંઘ વલસાડ) , કિરણભાઈ ભરસટ (ખજાનચી કપરાડા .તા. પ્રા.શિ.સંઘ) અજિતસિંહ , હરેશભાઈ પટેલ, રામુભાઈ પટેલ ( શૈક્ષિક સંઘ વલસાડ નાં હોદ્દેદારશ્રીઓ) જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરીના સ્થાપક) કશીરામભાઈ (આચાર્ય ખડકવાળ), દિલીપભાઈ (આચાર્ય મનાલા) , ધીરુભાઈ શિક્ષક વાપી, જુગલભાઈ (સા.કાર્યકર ) ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, દેવ્યાંગ ઠાકોર, સરોજબેન પટેલ, નિતા પટેલ વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી બ્લેંકેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી છત્રી, રોટરી ક્લબ ઓફ વાપી તરફથી છત્રી , થેલી તથા શાળાની બાળાઓને ડ્રોઈંગ બુક ભેટ આપવામાં આવી હતી. RAINBOW WARRIORS DHARAMPUR ના સભ્ય જયેશભાઈ ગાંવિત તરફથી આંબા કલમ ભેટ આપવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી તમામ રક્તદાતા માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન પટેલ , પ્રગતિબેન ટંડેલ, કાશીરામભાઈ તથા ખડકવાળ પ્રાથમિક શાળા પરિવાર તથા kgbv ખડકવાળના સભ્યો તથા RAINBOW WARRIORS DHARAMPURના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન આચાર્ય કાશીરામભાઈ, શિક્ષિકાબેન ભાવનાબેન પટેલ, પ્રગતિબેન ટંડેલ તથા RAINBOW WARRIORS DHARAMPURના કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.





