
તારીખ.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ મોજે વાપી GIDC વી.આઇ.એ બિલ્ડીંગના પાર્કીંગમાં રાત્રીના સમયે પાર્ક કરેલ એક સફેદ કલરની ટોયેટા ઇનોવા ક્રિસ્ટા કાર નં.GJ-15-CG-8751 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ની ત્રણથી ચાર અજાણ્યા ચોર ઇસમોએ એકબીજાની મદદગારી કરી કોઇ સાધન વડે કારનો કાચ તોડી ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે અંગે ફરીયાદી સંદિપ નિરંજન ચાંપાનેરી રહે,ચણવઇ અતુલ વલસાડ નાએ વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ગુના રજીસ્ટર નંબર.૧૧૨૦૦૦૪૯૨૩૦૬૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ નો ગુનો દાખલ થયેલ હતો.

ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલીક અસરથી શોધી કાઢવા અને આવા મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સારૂ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગોસ્વામી એસ.ઓ.જી વલસાડ તથા એસ.ઓ.જી ના પો.સ.ઇ એન.સી.સગર તથા સ્ટાફના માણસો ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાન અ.હે.કો દિગ્વિજયસિંહ વાઘેલા તથા
પો.કો કુલદિપસિંહ ઝાલા નાઓને સંયુકત ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોજે.વાપી જી.આઇ.ડી.સી યુ.પી.એલ ઓવરબ્રિજના દક્ષિણ છેડેથી એક નંબર વગરની ગ્રે મેટાલીક કલરની ટોયોટા કંપનીની ઇનોવા ક્રિસ્ટા કાર સાથે ત્રણ આરોપીઓને (૧) જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી S/O ઉજાગરસિંગ (અરોરા), ઉ.વ.૩૯, હાલ રહે.એકસ સર્વિસમેન સોસાયટી, કલમબોલી, ન્યુ મુંબઇ, મહારાષ્ટ્ર મુળ રહે.અમૃતસર પંજાબ, (૨) ક્રિષ્ના ઉર્ફે સચીન S/O દેવીશંકર વર્મા ઉ.વ.૩૩ હાલ.રહે પનવેલ, મહારાષ્ટ્ર મુળ રહે.રાયબરેલી ઉત્તરપ્રદેશ. (૩) પરમિન્દરસીંગ S/O ઉપકારસીંગ (અરોરા), ઉ.વ.ઉ.વ.૩૯. હાલ રહે,એકસ સર્વિસમેન સોસાયટી, કલમબોલી, ન્યુ મુંબઇ મહારાષ્ટ્ર તથા કૌશલપુરી, થાના નજીરાબાદ, જી.કાનપુર ઉત્તરપ્રદેશ મુળ રહે. લુધીયાણા, પંજાબ,ના કબજાની કારમાંથી કાર ચોરી કરવાના સાધનો સાથે પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ તાબામાં લઇ આગળની વધુ કાર્યવાહી માટે વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે
* કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) નંબર વગરની ઇનોવા કાર કિ.રૂા.૯,૦૦,૦૦૦/-
(૨) એક એકસપેડ ઇલાઇટ ડીઝીટલ ડીસ્પ્લે કિ-પ્રોગ્રામર ટુલ સાથે કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂ.૫૧,૦૦૦/-
(૪) એક બ્લ્યુ કલરની સ્માર્ટ-કિ તેના પાવર નંગ-૬ સાથે કિ.ગ્ન.૨૦,૦૦૦/- (૫) એક VVDI MINT KEY TOOL કિ-જનરેટર ટુલ કિ.ગ.૧૦,૦૦૦/-
(૬) એક કાળા-લાલ કલરનું ઓ.બી.ડી કેબલ ચાર્જર સાથે કિ.રૂા.૨૦૦૦/-
(૭) ધાતુનું એક ટી પાનુ જેની આશરે કિ.રૂા.૧૦૦/-
(૮) એક ધાતુની કટર બ્લેડના પેકેટ સાથે કિં.રૂ.૧૦૦/- મળી કુલે કિંમત રૂ!૧૦,૮૩,૨૦૦/-
* ડીટેક્ટ થયેલ ગુનાઓ:-
(૧) વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૦૪૯૨૩૦૬૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ (ર) મહારાષ્ટ્ર, પુના ગ્રામીણ, રાજનગાવ પો.સ્ટે. ગુ.ર,નં.૨૨૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ (૩) તામીલનાડુ રાજયના સેલમ સીટી અસ્થમપટ્ટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯ (૪) કર્ણાટક રાજય મૈસુર સીટી સરસ્વતીપુરમ પો.સ્ટે. ગુ.ર.નં.૭૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ (૫) આંધ્રપ્રદેશ, ઇસ્ટ ગોદાવરી જિલ્લાના પ્રકાશનગર પો.સ્ટે.ગુ.ર.નં.૧૮૧/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯ મુજબ (૬) છત્તીસગઢ, રાયપુર સીટીના સીવીલ લાઇન્સ પો.સ્ટે. ગુ.ર.નં.૨૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ





