- વલસાડ પોલીસે લુટેરી દુલ્હનને વલસાડ થી ઝડપી લીધી
- ભાવનગરના રહીશ સાથે લગ્ન કરી પૈસા પડાવી ભાગી જનાર લૂંટેરી દુલ્હનને દસ મહીના બાદ ઝડપી પાડતી SOG વલસાડ

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને જીલ્લાના તથા અન્ય જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે એસ.ઓ.જી.વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગોસ્વામી સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.શાખાના પો.સ.ઇ એન.સી.સગર એસ.ઓ.જી.સ્ટાફના માણસો સાથે વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ નોકરી.એસ.ઓ.જી.વલસાડને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૨૦૪૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૨૦, ૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે ભોગ બનનાર સાથે લગ્ન કરી છેતરપીંડી કરનાર વોન્ટેડ મહીલા સલમાબેન ઉર્ફે કવિતાબેન D/૦ શબ્બીરભાઇ વાંસદાવાલા જાતે.ઘાંચી ઉ.વ.૩૩ રહે.વલસાડ, નનકવાડા, ટીવી રીલે કેન્દ્રની નજીક, અમરનાથ મંદીર, ખુશ્બ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૦૧, વલસાડ સીટી પો.સ્ટે. તા.જી.વલસાડ તથા લીલાપોર ગામ, મણીવિલા સોસાયટીના પાંચમા માળે, ટેરેસની રૂમમાં તથા મુળ રહે.વલસાડ ઘાંચીવાડ, દોંડીયા ટેકરા, તા.જી.વલસાડ નીને વલસાડ નનકવાડાના રહેણાંક ઘરેથી મહીલા પોલીસ સાથે પકડી પાડી ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ખરાઇ કરતા મજકુર સલમાબેન ઉર્ફે કવિતાબેન ગારીયાધાર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના વોન્ટેડ હોવાની હકીકત જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આ કામે પકડાયેલ મહીલાએ ભોગ બનનારનો તથા તેમની પાસેથી મેળવેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂા ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સલમાબેન ઉર્ફે કવિતાબેન D/૦ શબ્બીરભાઇ વાંસદાવાલા જાતે.ઘાંચીને તા.૨૨/૦૬/૨૦૨૩ કલાક:૧૪/૩૦ વાગ્યે સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ તાબામાં લઇ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
*લગ્ન કરવા ઇચ્છુક યુવક અને પરિવાર ને ફસાવી લગ્નનું નાટક કરી થોડા દિવસમાં છેતરપિંડી કરી રવાના થઈ જતી હતી યુવતી
લગ્ન વાંચ્છુક યુવકોને લગ્ન કરાવવાની લાલચ આપી લગ્નનુ નાટક કરી થોડા દિવસોમાં તેઓ સાથે છેતરપીંડી આચરનાર ટોળકીમાં સામેલ “લુંટેરી દુલ્હન” ને દસ મહીના બાદ ઝડપી પાડવામાં એસ.ઓ.જી વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.
સમગ્ર કિસામાં ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એન.સી.સગર તથા એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા અ.પો.કો કિરીટસિંહ ધરમસિંહ તથા અ.પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ તથા વલસાડ સી.ટી પોલીસ સ્ટેશનના વુમન હે.કો શાહીદાબાનુ સૈયદઅલી નાઓ દ્રારા કરવામાં આવેલ છે.





