
જિલ્લા કલેકટર દરેક ગામ માં આકસ્મિક તપાસ કરાવે તે જરૂરી
તાજેતર માં જ વાપી નજીકના ચંડોળ ગામે મહિલા સરપંચના પતિદેવ આકરણી બાબતે લાંચ લેતા ઝડપાયા છે જેમાં સરપંચ તેમના પત્ની છે પરંતુ તેઓ પોતે જ વહીવટ કરતા હોવાની ફરિયાદી ને જણાવ્યું હતું એજ રીતે વલસાડ જિલ્લાના અનેક ગામ એમાં પણ ધરમપુર અને કપરાડા ક્ષેત્ર માં તો મહિલા સરપંચ માત્ર કાગળો ઉપર સહી કરવા માટે જ (રબર સ્ટેમ્પ તરીકે) ઉપયોગ થતો હોવાની ભારોભાર ચર્ચા છે છતાં કોઈ રજુઆત કરવા કે ફરિયાદ કરવા આગળ આવતું નથી
જિલ્લાની અનેક ગ્રામ પંચાયતો માં સરપંચ પત્ની હોય તો તેમના પતિ દેવજ તેમના સ્થાને ગ્રામ પંચાયત માં દરેક વહીવટ કરતા હોય છે કેટલાક સ્થળે તો ગ્રામ પંચાયતની સરપંચ ની ખુરશીમાં પતિદેવ બિરાજે છે અને કામગીરી કરતા હોવાની ચર્ચા છે પરંતુ સમગ્ર બાબતે ડી ડી ઓ અને જિલ્લા કલેકટર જાણે આંખ આડા કાન કરતા હોવાનું જણાઈ આવે છે
કપરાડા ધરમપુરમાં કોઈ મહીલા સરપંચ ને માઇકમાં બોલવા કહો તો તે જાગૃતતા ના અભાવે બોલવા પણ અસમર્થ હોય છે ગ્રામ પંચાયત ના વિવિધ કાર્યક્રમો માં શ્રીફળ વધેરવા કે રીબીન કાપવા માટે જ તેઓ ને અમંત્રીત કરાય છે જ્યારે મહત્વ ના કર્યો જેવા કે પંચ હોય કે કોઈ કેસ તો પોલીસ મથકમાં મહિલા સરપંચ નહિ પરંતુ તેમના પતિદેવ જ તેમના સ્થાને પોહચી જતા હોય છે ત્યારે સમગ્ર બાબતે જિલ્લા કલેકટર ચાલી રહેલા આવા વહીવટ અંગે આકસ્મિક તપાસ કરાવે તે જરૂરી બન્યું છે






