વાપી શામળાજી ને.હા.નં 56 ની લોક સુનવણી માં પ્રચંડ વિરોધ સાથે વાંધા અરજી અપાઈ 

On: June 21, 2023 5:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 રોડ પહોળો થનાર છે જેમાં માંગરોળ વ્યારા સોનગઢ વાંસદા ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોના રોડ માર્જિનમાં આવતા ખેડૂતોની જમીન સંપાદન માટે રાજપત્ર બહાર પાડવામાં આવ્યું છે જોકે આજે ધરમપુર ખાતે પ્રાંત કચેરીએ સેંકડો ખેડૂતો એ પ્રચંડ વિરોધ સાથે વાંધો ઉઠાવ્યો હતો 

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં થી પસાર થઈ ને વાપી સુધી જતા એમ એચ 56 રોડ 4 લેન બનશે જે માટે રજપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનેક લોકોની અને અનેક ગામોના સર્વે નંબરો જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવ્યા છે જેના વિરોધ માટે અને વાંધા  માટે આજે ધારાસભ્ય આનંત પટેલની આગેવાની માં તેમજ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ની નેતૃત્વમાં સેંકડો ખેડૂતો લોક સુનવણી માં વાંધો ઉઠાવ્યો હતો એક પણ ઇંચ જમીન કોઈ પણ ખેડૂત નહિ આપે એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો 

અનંત પટેલે જણાવ્યું કે જ્યારે કોઈ પ્રોજેકટ માટે સરકાર  રાજ પત્ર બહાર પાડે છે ત્યારે તેની સાથે વિગતો પણ હોય છે જેવા કે માર્ગમાં આવતા કેટલા વૃક્ષો કપાસે કેટલા ઘર જશે કેટલા કુવા અને ફળદ્રુપ ઝાડ જશે પણ અહીં એવી કોઈ વિગત કે ન કોઈ પ્રોજેક્ટ ને લગતી એજન્સી હતી કે જેથી કોઈ વાત જાણી શકાય ખેડૂત ને વળતર નહિ પણ રોડ બને એની સામે વાંધો છે એ વહીવટી તંત્ર જાણી લે ..

*કેટલા હેકટર જમીન જનાર છે ?

આધાર ભૂત સૂત્રો નું માનીએ તો વાંસદા થી વાપી સુધી બનનાર વાપી શામળાજી ફોર લેન રોડ માં ધરમપુર અને કપરાડા તાલુકાના 14 જેટલા ગામોની જમીન જાય છે જેમાં ધરમપુર ના 9 ગામો અને કપરાડા ના 5 ગામોનો સમાવેશ થાય છે કુલ મળીને બન્ને થઈ 983 જેટલા સર્વે નંબરો જમીન સંપાદન માં સમાવેશ કરવામાં આવ્યા છે આમ કપરાડા ધરમપુર તાલુકા મળી કુલ 183 હેકટર જમીન રોડ માર્જિન માં જશે  અને આ જમીનમાં આવનારા ઝાડો અને ઘરો પણ જશે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!