Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા ટેમ્પોમાંથી રૂપિયા 37.59 લાખના કોપર સ્ક્રેપની ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને વલસાડ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યા હતા.

On: March 25, 2023 4:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી બગવાડા ટોલનાકા પાસેથી જીએસટી મોબાઈલ સ્કોડ દ્વારા તારીખ 22/6/2021 ના રોજ કોપર સ્ક્રેપ ભરેલો એક આઇસર ટેમ્પો નંબર જીજે-04 એટી- 8198 ડીટેઇન કરી ભીલાડ વાણિજ્ય વેરા ચેકપોસ્ટના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. આ ટેમ્પોમાં 6,500 કિલ્લો સ્ક્રેપનો જથ્થો હતો. આ ટેમ્પોમાંથી થોડા થોડા કરીને કોઈ ચોર કોપર સ્ક્રેપ કુલ 5775 કિલો કિંમત રૂપિયા 37,59,525 નો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ભિલાડ જીએસટી મોબાઈલ સ્કોડ જીએસટી રાજ્ય વેરા અધિકારી હરદેવસિંહ અજીતસિંહ રાણાએ આપતા ભિલાડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરોક્ત ગુનો શોધી કાઢવા વલસાડ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, તથા ઇન્ચાર્જ   ઇન્સ્પેક્ટર વી.બી.બારડ એસઓજી વલસાડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહને મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએચ રાઠોડ, એ.એસ.આઈ વિક્રમભાઈ તથા સ્ટાફના માણસોએ મહારાષ્ટ્રના બોઈસર નાલા સોપારા વિસ્તારમાંથી શંકમદ આરોપીને લાવી પૂછપરછ કરતા આ આરોપીઓએ ગુનો કબુલતા આરોપી સોનુ રામક્રિપાલ પ્રસાદ (રહે નાલા સોપારા દાહણુ) અને ચંદુ રામ મિલન ગૌતમ (રહે બોઈસર યુપી)ની અટક કરી ભીલાડ પોલીસને સોપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓ મહારાષ્ટ્રના બોઈસર દહાણુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!