
પરિયા અંબાચ વાપી માર્ગ ઉપર કાલમુખા યમદૂત સમાં દોડતા ડમ્પર રાહદારીઓ માટે જીવન જોખમ સમાં બની રહ્યા છે નેશનલ હાઇવે ઓથોઈટી ની કામગીરી ચાલી રહી છે ત્યારે પરિયા ના વેલવાગડ નજીક હબ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં થી રોડ બનાવવા માટે માટીરીયલ્સ ભરી લઈ જઈ વાપી તરફના માર્ગ માં સવાર થી સાંજ સુધી દોડતા મોટા ડમ્પર આવતા જતા રાહદારીઓ ના જીવ ના જોખમ બની શકે એમ છે ..
દિવસ દરમ્યાન 200 થી વધુ ડમ્પર હાલમાં વેલવાગડ થી અંબાચ પંડોર રાતા તરફ પુરપાટ ઝડપે પસાર થાય છે ગ્રામીણ કક્ષા અને ચાર રસ્તા હોવા છતાં પણ ભીડ વાળી જગ્યામાં પુરપાટ ઝડપે હંકારી રહ્યા છે ગ્રામીણ કક્ષાનો રોડ હોય સ્કૂલે જતા બાળકો માર્ગ માં થી ચાલી જતા હોય ત્યારે અકસ્માત થવાની પૂરે પુરી સંભાવના છે ત્યારે માર્ગ માંથી પસાર થતા ડમ્પર અંગે કોઈ કાર્યવાહી થાય એ જરૂરી છે





