- હાઇટેનસન લાઈન જમીન માંથી પસાર થનાર હોય જિલ્લામાં વલસાડ પારડી અને કપરાડા તાલુકાના અનેક ગામોમાં જમીન જશે

બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે માં અનેક ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી છે અને જમીન વિહોણા બન્યા છે સાથે જ સરકારે જમીન લીધા બાદ નાણાં પણ ચૂકવ્યા છે પરંતુ પોતાની અનેક પેઢીથી ની જમીન વિકાસના નામે ચાલતા પ્રોજેકટ માં હોમાઈ ચુકી છે ત્યારે વધુ એક વિકાસ લક્ષી સરકારના પ્રોજેકટમાં જમીન જવાની દહેશત ઉભી થઇ છે પાવર ગ્રીડ દ્વારા હાઇ ટેનસન લાઈન પ્રોજેકટની જાહેરાત થઈ છે જેમાં વલસાડ જિલ્લાના વલસાડ પારડી અને કપરાડા તાલુકામાં અનેક ગામોના આદિવાસી ખેડૂતોની જમીન ફરી સંપાદિત કરાશે
દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી ખેડૂતો માટે જાણે સરકારના વિકાસના પ્રોજેકટ જમીન માટે ખતરા રૂપ બનતા જઈ રહ્યા છે બુલેટ ટ્રેન પસાર થતા અનેક હેકટર જમીન ખેડૂતોની ગઈ સાથે જ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બનતા તેમાં પણ અનેક ગામોના ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન માં જતી રહી છે.અનેક ખેડૂતોના બાપ દાદાની જમીનો જતી રહેતા ખેડૂતો જમીન વિહોણા બન્યા છે વળી આટલી વાત પૂરતી ન હોય એમ ફરી હાઈ ટેનસન લાઈન નો નવો પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વલસાડ જિલ્લામાં પણ અનેક ગામોમાં ખેડુટોની ફળદ્રુપ જમીન જનાર છે એ માટે એક નોટિફિકેશન આખબાર માં પણ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત એમાં પણ વલસાડ તાલુકાના પારડી અને આદિવાસી ક્ષેત્ર ગણવામાં આવતા કપરડામાં પણ અનેક ખેડૂતોની જમીન માંથી હાઇટેનસન લાઈન પસાર થનાર છે જે માટે ટુક સમયમાં જ સરકાર સંપાદન માટે એક નોટી ફિકેશન બહાર પાડશે
ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કોઈના કોઈ વિકાસ પ્રોજેક્ટના નામે ખેડૂતો અને એમાં પણ આદિવાસી વિસ્તારના ખેડૂતોને સીધા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઓ ઉઠી રહી છે





