પ્રતિભા શાળી વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અને ખેલકુદ ક્ષેત્રે આગળ લાવવા અનોખો પ્રયાસ કરતું ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપ

On: February 11, 2023 10:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સ્કૂલ અને કોલેજના વિધાર્થીઓ શરૂ કરેલ ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ ગ્રુપ દ્વારા ધરામપુરમાં શિક્ષણ અંગે વધુ એક નવું સોપાન સર કરવામાં આવ્યું છે પ્રતિભાશાળી વિધાર્થીઓ જેઓ સંઘર્ષ કરી રહ્યા હોય એવા માટે એક સીડીનું કામ કરતા સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ કલાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન આજે ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું 

એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપના પ્રદીપ. પટેલે જણાવ્યું કે ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં ખેલકૂદ અને શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વસવાટ કરે છે પરંતુ તેઓને ક્યાંક તો એક પ્લેટફોર્મ નથી મળતું અથવા તો તેઓને કોઈ માર્ગદર્શન પૂરું પાડતું નથી જેના કારણે તેઓ ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા છે જેને લઈને સ્થાનિક યુવાનો અને કોલેજમાં અભ્યાસ કરતા યુવકો તેમજ બિઝનેસમેન સહિતના યુવકો જેવો સાથે ભણ્યા છે તેવા લોકોએ એકત્ર થઈને આવા વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે એક વિશેષ ગ્રુપનું નિર્માણ કર્યું છે અને એનું નામ છે ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપ તેમના દ્વારા આવા વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે એક વિશેષ પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને તે માટે આજથી સરકારમાં રોજગાર માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે વર્ગ-૨ વર્ગ ત્રણ ટેટ ટાટ તેમજ તલાટી ની પરીક્ષા માટે અનેક જગ્યાઓ પર કોચિંગ ક્લાસ કરવામાં આવે છે પરંતુ ઊંચી ફી હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ જેવો આર્થિક નબળી પરિસ્થિતિમાં હોય તેવો આવા સેમિનારો અટેન્ડ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને નિશુલ્ક પણે સેમિનાર યોજી પીઠબળ પૂરું પાડવા માટેનું એક વિશેષ આયોજન ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા આજથી નિશુલ્ક સેમીનારો શરૂ કરવામાં આવ્યા છે અને આ કોચિંગ સેમીનારમાં આજે મોટી સંખ્યામાં આસપાસના ગામોના અનેક ઉત્સુક વિદ્યાર્થીઓ જોડાયા હતા એટલું જ નહીં ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા ખેલકૂદ પ્રત્યે પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે વિશેષ આયોજન સમયાંતરે કરવામાં આવશે જણાવ્યું હતું આજે આસુરા હાઇસ્કુલ ખાતે આયોજિત નિશુલ્ક કોચિંગ ક્લાસ ના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ હાજરી આપી હતી અને તેમણે ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપના તમામ સભ્યોને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા કાર્યક્રમો સ્થાનિક વિદ્યાર્થીઓને પગભર કરવા માટે કરવા જોઈએ આ સાથે જ અનેક અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા

મહત્વનું છે કે સ્કૂલ ફ્રેન્ડસ અને કોલેજના મિત્રો મળીને ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોટ્સ ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દર માટે વિદ્યાર્થીઓ જ રૂપિયા 100 100 જેટલું ડોનેશન એકત્ર કરીને સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓને પીઠબળ પૂરું પાડે છે અને વિશેષ આયોજન શિક્ષણ ક્ષેત્રે અને ખેલકૂદ ક્ષેત્રે કરી રહ્યા છે એટલું જ નહીં કોઈકની વર્ષગાંઠ હોય કે ઘરમાં સારો પ્રસંગ હોય તો પણ આ ગ્રુપના સભ્યો કેટલાક અનુદાન આ ગ્રુપમાં આપતા હોય છે જેના દ્વારા જ વિવિધ પ્રવૃત્તિઓ આગામી દિવસમાં કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આજથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિશુલ્ક કોચિંગ ક્લાસ પ્રારંભ કરવામાં આવ્યો છે જેને કોઈપણ જોઈન કરી શકે છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!