બાઇકમાં પ્લાસ્ટિકની પોટલીમાં વિદેશી દારૂ ભરી બાઈકમાં પેટ્રોલની ટાંકીમાં છુપાવી લઈ જતા બુટલેગર ને સામે પોલીસ આવી જતા બાઈક મૂકી બુટલેગર રફુ ચક્કર થઈ ગયો

સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અનેક તરકીબો અજમાવવામાં આવે છે પરંતુ પોલીસની નજરથી કોઈ પણ તરકીબ બચી શકતી નથી ત્યારે આજરોજ વલસાડના અતુલ ખાતે આવેલા હરિયા રેલવે ફાટક ઉપર પલ્સર બાઈક ની હાડમાં છુપાવીને વિદેશી દારૂની પ્લાસ્ટિકની પોટલીઓ બનાવી ખેત મારી રહેલા બુટલેગર ની વાતની પોલીસને મળતા પોલીસે બાઈક ચાલકને જોતા જ બાઈક ચાલક બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે બાઈકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની પોટલીઓ મળી આવી હતી અંદાજી તો રૂપિયા 30,000 નો દારૂ પોટલીઓ બનાવી લઈ જવા તો પોલીસે કબજે કર્યો છે અને બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે

આજરોજ વલસાડના હરિયા રેલવે ફાટક પાસે પોલીસને મળેલી પૂર્વ બાદમીને આધારે રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક પલ્સર બાઈક નંબર gj 21 એ એલ 39 29 પર સવાર થઈ રાજુ કાઢી નામનો બુટલેગર કાળા રંગની pulsar બાઈક લઈ તેમાં વિદેશી દારૂની પ્લાસ્ટિકની થેલીઓ છુપાવી આવી રહ્યો હતો ત્યારે અચાનક પોલીસે તેને જોતા ઈશારો કર્યો હતો જોકે પોલીસને જોતા જ બુટલેગર પલ્સર બાઈક મૂકીને રફુચક્કર થઈ ગયો હતો પોલીસે બાઈકની તપાસ કરતા ભેજા બાદ બુટલેગર દ્વારા પેટ્રોલની ટાંકી ની અંદર એક વિશેષ ખાનુ બનાવી તે ખાનાની અંદર દારૂની પોટલીઓ ભરી ખેપ મારવામાં આવી રહી હતી તેમાંથી 30 જેટલી અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂ અંદાજિત ત્રીસ લીટર જેની કિંમત અંદાજિત રૂપિયા 30,000 નો મુદ્દા માલ મળી આવ્યો છે જ્યારે એક મોબાઇલ ફોન pulsar બાઈક પોલીસે કબજે લીધી છે આમ હવે પોલીસની નજરથી બચવા વિદેશી દારૂની બોટલો નહીં પરંતુ પ્લાસ્ટિકની થેલીઓમાં પોટલીઓ ભરી દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે








