
ડેહલી -પ્રાથમિક શાળામાં વર્ષોથી ચાલી આવતું મતદાન મથક 3 કિમિ દૂર મંદિર ફળિયામાં ખસેડી દેવતા વિવાદ સ્થાનિકો કરશે મતદાનનો બહિષ્કાર
કપરાડા વિધાન સભા મત વિસ્તારમાં આવતા ડેહલી ગામના મુસ્લિમ ફળિયામાં રહેતા 2500 થી વધુ મતદારો ચૂંટણી પંચ દ્વારા વર્ષો જુના મતદાન મથક જે દેહલી મુસ્લિમ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં વર્ષોથી ચાલી આવતું હતું તેને ખસેડીને મંદિર ફળીયા ખાતે આવેલ વર્ગ શાળામાં ખસેડી દેવામાં આવતા મુસ્લિમ ફળીયા રહેતા 2500 થી વધુ મતદારો ને મતદાન કરવા માટે 3 કિમીનો ચકરાવો કાપીને જવાની ફરજ પડશે એટલું જ નહીં સમગ્ર બાબતે મામલતદાર,જિલ્લા કલેકટર સાહિતને ચૂંટણી ની જાહેરાત થઈ તે પહેલાં થી લેખિતમાં રજુઆત કરવામાં આવી છતાં હજુ સુધી તે સમગ્ર બાબતનો કોઈ વળતો જવાબના મળતા આખરે મતદાન મથકની તૈયારી મંદિર ફળિયામાં કરવામાં આવતા આજે મુસ્લિમ ફળીયામાં રહેતા તમામ અગ્રણીઓ એ એકત્ર થઈ મતદાનનો બહિષ્કાર કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે
કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ડેહલી ગામે મુસ્લિમ ફળિયામાં 2500 મતદાતા છે જેમાં 250 મતદાતા તો 60 વર્ષથી વધુ વયના છે ત્યારે વર્ષોથી દરેક ચૂંટણીમાં મુસ્લિમ ફળીયામાં આવેલી ડેહલી પ્રાથમિક શાળામાં મતદાન મથક 1 અને 2 બુથ લગાવવામાં આવે છે પરંતુ તાજેતર ની ચૂંટણીમાં મુસ્લિમ ફળિયામાં કોઈ પણ અગ્રણીઓ મતદારો જાણકારી આપ્યા વિના જ મતદાન મથક ખસેડીને મંદિર ફળીયા ડેહલી ફળિયામાં ખસેડી દેવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો એટલું જ નહીં સમગ્ર બાબતે સ્થાનિકોએ ચૂંટણી જાહેર થવા પૂર્વે જ મતદાન મથક ખસેડવા માટે ની હિલચાલનો અંદાજ આવી જતા સ્થાનિક અગ્રણીઓએ મામલતદારને અને જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી હતી પરંતુ કોઈ જવાબ સુધ્ધાં મળ્યો ન હોય સ્થાનિકો ચૂંટણી માં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે સ્થાનિકોએ જિલ્લા કલેકટર ને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ
અમો સરપંચશ્રી ગ્રામ પંચાયત ડહેલી તથા ગ્રામ જનોની અરજ કે, અમારૂ ડહેલી ગામ ૧૮૧-કપરાડા મતદાર વિભાગમાં આવેલ છે. અને અમારા ડહેલી ગામે ડહેલી-૧ અને ડહેલી-ર મતદાર વિભાગના મતદાન મથક પહેલેથી જ મુખ્ય પ્રા.શાળા ડહેલી (મુસલમાન ફળીયા)માં ચાલી આવેલ છે. ગત વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦ર તથા પેટા-ચૂંટણી-૨૦૨૦ માં પણ ડહેલી-૧ અને ૨૦૧ ડહેલી-ર નું મતદાન મુખ્ય પ્રા.શાળા ડહેલી મુસલમાન ફળીયા)માં જ થયેલ હતું. હમણાં અમોને જાણવા મળેલ છે કે, અમારા ડહેલી ગામના ડહેલી-૧ અને ડહેલી-ર ના મતદાન મથક ખસેડી પ્રાથમિક શાળા ડહેલી મંદિર કળીયામાં રાખવામાં આવેલ છે. અમો (૧) દાદરી ફળીયા ર કાકવા ફળીયા ૩) નવી નગરી ૪) મસ્જીદ ફળીયા ૫) મીડી ફળીયાના મતદારોને પ્રાથમિક શાળા ડહેલી મંદિર ફળીયાનુ મતદાન મથક ઘણું જ દૂર થાય છે. અમી ઉપરોક્ત ફળીયાના મતદારોને મુખ્ય પ્રાથમિક શાળા (મુસલમાન ફળીયા, ખુબ જ નજીક અને આ ફળીયાઓની મધ્યમાં આવેલ છે. જો ડહેલી-૧ તથા ડહેલી-૨ ના મતદાન મથક મુખ્ય પ્રાથમિક શાળા મુસલામાન ફળીયા) થી ખસેડી પ્રાથમિક શાળા ડહેલી મંદિર ફળીયામાં ખસેડવામાં આવશે તો અમો મતદારોને ખુબ જ અગવડતા પડશે તેમજ મતદાન પર વિપરીત અસર પડશે, મતદાન ઘણું ઓછુ થવા સંભાવના રહેલીછે. જેથીડહેલી ગામના ડહેલી-૧ અને ડહેલી-ર ના મતદાન મથકનું સ્થળ મુખ્ય પ્રાથમિક શાળા (મુસલમાન ફ.) માં જ રાખવા અમો ગ્રામ જનોની વિનંતી છે.નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો આગામી દિવસ માં મતદાન મથક યથા સ્થાને ખસેડવામાં નહિ આવે તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરશે
નોંધનીય છે કે લોકો એકત્ર થઈ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા જ પારડી મામલતદાર સહિતની ટિમ ડેહલી મુસ્લિમ ફળીયા ખાતે પહોંચી હતી વહીવટી તંત્ર હરકત માં આવ્યું હોવાનું જાણવા મળી





