
ચૂંટણી જાહેર થતા જ રાજકીય ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે દરેક સ્થળે ઉમેદવારો દરેક પક્ષમાં ટીકીટ લેવા માટે દોડા દોડી કરી રહ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષોમાં ટીકીટ લેવા અનેક ટીકીટ વાંછુંઓ ગળાકાપ સ્પર્ધામાં ઉતર્યા છે ત્યારે સામ દામ દંડ ભેદ આપનાવમાં આવી રહ્યા છે ધરમપુર બેઠક ઉપર હાલ માં ઓડિયો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે સોસીયલ મીડિયામાં આવા વિડીયો અને ઓડિયો વાઇરલ કરીને ઉમેદવાર લની રેસમાં ઉતરેલ લોકોને વરચુઅલી વર્લ્ડ માં બદનામ કરવામાં આવી રહ્યા હોવાની જણાઈ આવે છે જુના ઓડિયો અને વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે જે તપાસનો વિષય છે જોકે ગઈ કાલે સાંજે ધરમપુર ની એક રેશનની દુકાન ના વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તપાસ અર્થે ગયા હતા ફરિયાદ નિવારણ અર્થે જોકે સમગ્ર બાબતે કલ્પેશ પટેલે ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું કે વિડીયો જૂનો છે અને એમના વિસ્તારમાં આવતી અનાજ ની દુકાન ના ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી જે અંગે ત્યાં પહોંચ્યા હતા જોકે જૂનો વિડીયો કોઈએ ડાઉન લોડ કરી વાઈયરલ કર્યો છે એમાં કઈ ખોટું થયું નથી આદિવાસી સમાજના ગરીબ લોકો જ સસ્તા અનાજ ની દુકાન જય ને અનાજ લેતા હોય ત્યારે અનાજ ની દુકાન મારા તાલુકા પંચાયત વિસ્તારમાં આવતી હોય મારી ફરજ ના ભાગ રૂપે હું ત્યાં ચકાસણી માટે ગયો હતો એમાં ખોટું શું છે ..લોકોના હક્ક નું અનાજ લોકોને મળવું જોઈએ જોકે આ સમયે ચૂંટણી ટાણે આ વીડિયો વાઇરલ કરી ને કકી તત્વો બદનામ કરવા કોશિષ છે પરંતુ ખોટું કરનાર ને ડર હોય લોક હીત માં કામ કરનારા ને સમાજ અને લોકો જાણે છે










