સામાન્ય જનની લાગણી વડાપ્રધાન બખૂબી સમજી શકે છે .રમતુંભાઈ પાડવી

On: November 7, 2022 4:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વડા પ્રધાન મોદીના મિત્ર રમતુભાઈ પાડવી
વડાપ્રધાન મોદી ગરીબી જોઈએ અને અનુભવી છે તેથી એ દરેક દુઃખ અને સમસ્યા લોકોની આસાની થી સમજી શકે છે ...જણાવ્યું રમતું ભાઈ પાડવી એ 

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પોતાની ચૂંટણી પ્રચાર સભાના કપરાડાના નાનાપોઢા ખાતે થી શ્રી ગણેશ કર્યા છે ત્યારે તેમણે ધરમપુર સાથેના પોતાના જુના સ્મરણો વાગોળ્યા હતા તેમણે એમની સાથે સાયકલ ઉપર ફરતા સિંદૂમ્બર ગામના માજી સરપંચ અને ખાસ મિત્ર એવા રમતું ભાઈ પાડવી ને યાદ કર્યા હતા ત્યારે રમતું ભાઈ એ આજે વડા પ્રધાન ના વ્યક્તિત્વ અંગે રૂબરૂ વાત કરી હતી તેમણે જણાવ્યું કે વડા પ્રધાન ગરબાઈ જોઈ છે અનુભવી છે અને આદિવાસી સમાજ વચ્ચે 2 વર્ષ જેટલો સમય ગળ્યો છે અદિવાસીની રહેણી કરણી અને રીત રિવાજ થી તેઓ બખૂબી વાકેફ છે તેઓ આદિવાસી ભોજન ના પણ શોખીન છે તેઓ 1987 માં જન સંઘના પ્રચારક તરીકે સિંદૂમ્બર થી ટીતું ખડક અને હનુમંતમાળ ગળી બીલધા જેવા ગામોમાં સાયકલ ઉપર કે પગપાળા પણ ડુંગરો ખુદયા છે .તેઓ ખૂબ ગરીબાઈ માંથી ઉપર આવ્યા છે સામાન્ય વ્યક્તિને સ્પર્શતા પ્રશ્નો,સમસ્યાઓ,સહિતની સ્થિતિ માંથી પોતે પણ પસાર થયા છે એટલે તેઓ બધું બખૂબી જાણે છે અને એટલે જ જ્યારે પણ કોઈ યોજના બને ત્યારે સામાન્ય વ્યક્તિને તેનો લાભ મળે તે બાબત ઉપર તેઓનો વધુ ભાર હોય છે.તેઓ જનસંઘમાં પ્રચારક હતા ત્યારે ધરમપુર અને તેની આસપાસના ગામોમાં તેઓ બાળકોના શિક્ષણ વીશે વધુ ભાર આપતા હતા સમાજના વિકાસ માટે શિક્ષણ મહત્વનો ભાગ હોવાનું ખુદ વડાપ્રધાન માને છે તેથી જ તેઓ શિક્ષણ ને વધુ મહત્વ આપતા આવ્યા છે તે મહા માનવ અને નસીબદાર હોવાનું રમતું ભાઈ એ જણાવ્યું હતું 

ધરમપુર વિધાન સભા બેઠક ઉપર કેવા ઉમેદવાર ની જરૂર છે એ બાબતે બોલતા રમતું ભાઈ એ જણાવ્યું કે જમીન લેવલે જોડાયેલા અને લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યા સમજી તેના નિરાકરણ માટે કાર્ય કરે અને સુખ દુઃખ માં પડખે ઉભા રહે એવા ઉમેદવાર ની ધરમપુર વિધાન સભા બેઠક ઉપર જરૂર હોવાનું રમતુભાઈ એ જણાવ્યું હતું …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!