
માજી સાંસદ કિશન પટેલના જણાવ્યા મુજબ 25 વર્ષ સુધી લોહી રેડયા બાદ જો પાર્ટી કોઈ અન્ય ને ટીકીટ આપશે તો એ ચલાવી નહીં લેવાય ,તો બીજી તરફ અપક્ષ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલે આજે મોટાપોઢા ખાતે પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રા માં વિધિવત રીતે ઘર વાપસી કરી લીધી છે જેના ફોટો સોસિયલ મીડિયામાં ફરતા થતા રાજકારણ ગરમાયુ છે ..

ધરમપુર વિધાન સભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ માટે સંભવિત નામો 8 જેટલા છે એમાં માજી સાંસદ કિસન પટેલ પણ સામેલ છે ત્યારે હાલ માં સમીકરણ કૈક એવા છે કે અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ પણ કોંગ્રેસ માટે ટીકીટની રેસ માં હોવાની ચર્ચા ઉઠી રહી છે એમાં આજે મોટાપોઢા જલારામ મંદિર ઉપર પહોંચેલી સંકલ્પ યાત્રા માં અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરીને ઘર વાપસી કરી લીધી છે જેને પગલે કોંગ્રેસના જુના કાર્યકર્તા ઓમાં નારાજગી સાથે ફફડાટ ફેલાયો છે હવે કોંગ્રેસ મોવડી મંડળ ઉમેદવાર તરીકે કોના માથે કળશ ઢોળશે ..હાલ તો એક તરફ 8 કોંગ્રેસી કાર્ય કરો ટીકીટ મને જ મળશે ની ચોક્કસ આશા વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ભૂતકાળ ની વિરોધ રેલી અને આદિવાસી સમાજના નાના માં નાના પ્રશ્નો ઉઠાવનાર પણ હવે કોંગ્રેસ માં આવી જતા પક્ષ કોને ઉમેદવાર નો ફેંટો બાંધે એ તો સમય બતાવશે પણ મતદારો અને સમર્થકો માં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે કોંગ્રેસ માં ટીકીટ કોને …?





