Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડમાં વિધાન સભા ચૂંટણીમાં કોણ કોણ થશે રિપીટ ..!!

On: October 25, 2022 4:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ટીકીટ માટે ઉત્સાહી નેતા
ટીકીટ મેળવવા થશે હાઈ વોલ્ટેજ ડ્રામાં 

વલસાડ જિલ્લામાં ભાજપમાં 5 વિધાન સભા બેઠક ઉપર કોને ટીકીટ મળશે તે અંગે અનેક અટકળો ઉભી છે સામે 28 તારીખે ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે જોકે હાલમાં જે ધારાસભ્ય છે તે ફરી રિપીટ થશે કે કેમ ? તે બાબતે તમામ ને માથે લટકતી તલવાર જ બની રહી છે સૌથી વધુ અટકળો તો ધરમપુર અને કપરાડા વિસ્તારના ધારાસભ્ય માટે છે ..

Adv

ધરમપુર માં રિવર લિંક પ્રોજેકટ ના નામે આદિવાસી સમાજનો જે વિરોધ વંટોળ ઉઠ્યો હતો અને જે રેલીઓ નીકળી હતી તે અંગે લોકો વચ્ચે જઈ ને રિવર લિંક યોજના અંગે સાચી હકીકત અને ખુલાસો આપવામાં ધારાસભ્ય અરવિંદ પટેલ તે જ સમયે નિષ્ફળ નીવડ્યા એ અંગે ની નોંધ છેક કેન્દ્રમાં મોવડી મંડળે લીધી છે એટલું જ નહીં રિવર લિંક માટે રદ કરવાની જાહેરાત કરવા મુખ્ય પ્રધાને છેક સુરત સુધી આવી ને પ્રેસ કોંફરન્સ કરી જાહેરાત કરવાની ફરજ પડી છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં હાલ માં જ આંબા ગામ થી જોડાઈ ગયેલા રાહુલ ભાઈ ઈજનેર પણ ભાજપના વોટ બેંક તોડશે જેને લઈ ને પણ હાલ ચિંતા છે લોકોને માત્ર વિકાસ નહિ પણ દુઃખ સુખમાં અને પ્રાથમિક સુવિધામ પડખે ઉભા રહી એવા ધારાસભ્ય ની જરૂર હોવાનું મતદારો જણાવી રહ્યા છે 

તો કપરાડા વિધાન સભામાં ભલે સરકારે નલ સે જળ યોજના અંગે 100 ટકા કમગીરી પૂર્ણ થયાનો દાવો કર્યો હોય પણ કપરડા માં પાણી ની લાઈનો અને નળ નાખવાની કામગીરી સ્થળ ઉપર અને ગામોમાં માત્ર ચોપડે બોલે છે જે આધિકારી નહિ પણ પાણી પુરવઠા મંત્રી પણ જાણે છે ..તો ગત વર્ષે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ જીતુભાઇ ચૌધરી સામે આ વખતે ઉમેદવારી ની સ્પર્ધામાં ભાજપ માંથી જ કેટલાક નામો છે જેમાં ગુલાબ રાઉત, એ પી એમ સી ચેરમેન મુકેશ પટેલ, તેમજ રમેશ ગાંવીત ,માધુભાઈ રાઉત જેવા દિગગજ નેતાઓ છે જેને ભાજપે ગઇ ટર્મ માં ટીકીટ કાપી હતી એવા નેતા ઓ આ વખતે ટીકીટ ની આશા રાખે એ સ્વાભાવિક છે વળી ભાજપ સંગઠન માટે વર્ષો થી લોહી રેડી સંગઠન ઉભું કરનારા ટીકીટ ની આશા રાખે એ પણ સ્વાભાવિક છે ત્યારે આ વખતે ધરમપુર કપરાડા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રિપીટ કરશે કે કેમ એ એક વિકટ પ્રશ્ન છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!