
ચૂંટણી પહેલા જ માજી સૈનિક દ્વારા ભાજપને અલવિદા કહી દેતા કપરાડા રાજકારણ માં નવા સમીકરણો રચાશે એવી શક્યતા
મુળ બાબર ખડક ગામના અને માજી સૈનિક રહી ચૂકેલા તેમજ સમાજ સેવામાં છેલ્લા કેટલાક સમય થી કપરાડા વિસ્તારમાં સક્રિય રહેલા ખુશાલ ભાઈ વાઢું એ ગત ટર્મમાં પણ ભાજપ પાસે ટીકીટ માટે પોતાની દાવેદારી કરી હતી પરંતુ ગત સમયે જ ટીકીટ ન મળતા તેમણે વર્તમાન આવનાર ચૂંટણીમાં ઝંપલાવવા મન બનાવી લીધું હતું જોકે આ વખતે પણ ભાજપ સંગઠન માં વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા ની જેમ અનેક લોકો ટીકીટ ની દોડમાં હોય ત્યારે માજી સૈનિક ખુશાલ વાઢું એ ભાજપ માંથી તમામ પદ ઉપર થી રાજીનામુ આપી દેતા હવે આગામી ચૂંટણીમાં નવા સમીકરણો રચાય તો નવાઈ નહિ તો બીજી તરફ તેમણે રાજીનામુ લેટર માં જણાવ્યું છે કે તેઓ પોતાની વિચારધારા બદલી પાર્ટીના તમામ હોદા ઉપર થી રાજીનામુ આપ્યું છે આજે તેમણે તાલુકા પ્રમુખને લેખિતમાં રાજીનામુ સોંપ્યું હતું અને ભાજપના પક્ષને રામ રામ કરી દીધા છે
જોકે આધાર ભૂત સૂત્ર નું માનીએ તો આગામી દિવસમાં ખુશાલ ભાઈ અન્ય પક્ષના પોતાની વિચારધારા સાથે જોડાઈ જાય અને ઉમેદવાર તરીકે જાહેર થાય તો નવાઈ નહીં





