
વાપીની હોટેલ સિલ્વર લીફ ખાતે તા. ૦૧-૧૦-૨૨૨ ના રોજ સ્ટાર્ટઅપ વાપી કમ્યૂનિટીના ફ્લેગશિપ ઈવેન્ટ સ્ટાર્ટઅપ સ્ટાર ની સીજન ૨ ના લોંચ સામારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે સ્ટાર્ટઅપ વાપી કોમ્મુનિટી ૨૦૧૬ થી વાપી માં કાર્યરત છે અને વિસ્તાર ના સ્ટાર્ટઅપસ તેમજ ધંધાર્થીઓ ને વિકાસ માં મદદરૂપ થવા ૧૩૦ થી વધારે કાર્યક્રમો કરી ચૂકેલ છે.
સ્ટાર્ટઅપ સ્ટાર આ કમ્યૂનિટી દ્વારા પ્રથમ વાર શરૂ કરવામાં આવેલી વિધ્યાર્થીઓ માટે ની બિજનેસ આઇડિયા ની સ્પર્ધા છે. જેમાં વિજેતા ને રૂ. ૧,૦૦,૦૦૦ નું ઈનામ તેમના આઇડિયા ને બિજનેસ માં ફેરવવા માટે આપવામાં આવે છે. એટલુજ નહીં, સ્પર્ધા માં ભાગ લીધેલ વિધ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ધંધાકીય મૂળભૂત સિદ્ધાંતો ની પણ તાલીમ આપવામાં આવે છે. અત્રે જણાવવાનું કે સ્ટાર્ટઅપ સ્ટાર સીજન ૧ માં સ્ટાર્ટઅપ વાપી કમ્યૂનિટીએ ૧૦,૦૦૦ થી વધુ વિધ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓ અને કોલેજો માં અવેરનેસ કાર્યક્રમો કરેલા જેમાંથી ૩૫ શાળા કોલેજો માથી ૨૫૦ થી વધારે વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આમ સીજન ૧ ની અદભુત સફળતા બાદ સીજન ૨ હવે શરૂ થઈ રહી છે.
સ્ટાર્ટઅપ સ્ટાર સીજન ૨ ના લોંચ ઈવેન્ટ માં વી.આઈ.એ ના ભુતપૂર્વ પ્રમુખશ્રી અશોક શુક્લા, જ્ઞાનધામ સ્કૂલ અને સરીગામ સ્કૂલ ના પ્રિન્સિપલ શ્રી, વિવિધ શાળા ના પ્રતિનિધિઓ, પત્રકારગણ, સ્ટાર્ટઅપ વાપી ના ફાઉંડર કૃષિત શાહ, સ્ટાર્ટઅપ વાપી ના મેન્ટર શ્રી પાર્થિવ મેહતા, અને શ્રીમતી ભારતિ સુમારિયા, ઓએ હાજરી આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી તથા સ્ટાર્ટઅપ સ્ટાર ની ઓર્ગેનાઈજીંગ ટીમ ના જિગર પટેલ, વિલાસ ઉપાધ્યાય, કુનાલ દેધિયા, વૈભવ સોલંકી, હેતલ જુઠાણિ, વૈભવ દામા, આદિત્ય મેહતા તથા નીરજ અગ્રવાલ એ મેહનત કરી આ ઈવેન્ટ ને ખૂબજ સફળ બનાવ્યો હતો.





