
હવે ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે રાજ કારણ જોર પકડી રહ્યું છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી દરેક પક્ષ ચૂંટણી માટે ધરમપુર ક્ષેત્રના ઉતરી ક્યાંસ કાઢી રહ્યા છે તો યુવા વર્ગ અત્યાર થી જ એકસીટ પોલ ઓનલાઈન માં નામો મૂકી ને લોકોના મત જાણવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હવે સવાલ એકન સૌને મોઢે છે કે ધારાસભ્ય બનશે કોણ ?
80 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં મોટાભાગે કુકણા, વારલી ધોડિયા તેમજ જનરલ કેટેગરીના મતો છે વળી વિકાસના કામો અને મોંઘવારી અને પાર તાપી રિવર લિંક યોજના પણ આ વખતે મતદાન ઉપર અસર કરશે
આ વખતે લોકો પક્ષ અને પાર્ટી નહિ પણ વ્યક્તિને અને તેના વ્યવહાર જોઈ મતદાન કરશે એવા મિજાજ પ્રજાના દેખાઈ રહ્યા છે
ભાજપના ઉમેદવારો
- અરવિંદભાઈ પટેલ
- ગણેશભાઈ બિરારી
- કેતન વાધું
- વિજય પનેરીયા
- મહેન્દ્ર ભાઈ ચૌધરી
- ધનેશ ચૌધરી
- ડો.હેમન્ત પટેલ
કોંગ્રેસ ઉમેદવાર
- રમેશ પાડવી
- હસમુખ પટેલ
- બાળુ ગાંવીત
- કિશન પટેલ
BTP ભારતીય ટ્રાઇબલ પાર્ટી ઉમેદવાર
- સુરેશ પટેલ
- અરવિંદભાઈ પટેલ
- વિજય દોડકા
આમ આદમી પાર્ટી ઉમેદવાર
- ઈશ્વરભાઈ પટેલ
- ધીરુભાઈ પટેલ
- પ્રવીણ ભાઈ આહીર
અપક્ષ ઉમેદવાર
- કલ્પેશ પટેલ
- કમલેશભાઈ પટેલ
- દેવું મોકાસી
આ તમામ નામો હાલ આગલી હરોળમાં છે ત્યારે અહીં એ કહેવત સાર્થક થાય છે કે વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝાં
જોકે હવે રાજકીય પાર્ટી ટીકીટ કોને આપે એના ઉપર દારોમદાર છે જે બાદ પક્ષોમાં ફાટફૂટ અને ટાંટિયા ખેંચ જોવા મળશે તો કેટલાક ચર્ચામાં આવેલા નામો તો અત્યાર થી જ તેમના પ્રતિ સ્પર્ધીઓ આગળ ન વધે તે માટે સામ દામ દંડ ભેદ થી રમતો નો પ્રારંભ થઇ ચુક્યો સોસીયલ મીડિયામાં કેટલાક મુદ્દાઓ હવે ધીરે ધીરે ટ્રોલ થશે જુના ભાષણોના વિડીયો વાયરલ થશે જેવી ઘટનાઓ હવે સામાન્ય બની જશે એક્ઝિટ પોલ ઓનલાઈન ના આંકડાઓ ફરતા થયા છે આમ ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ધીરે ધીરે જોર પકડી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવેલા તમામ ટીકીટ વાંછુંઓ તારીખ જાહેર થવાની રાહ જોઇને બેઠા છે જે બાદ અનેક સમીકરણો બદલાશે







