ભાતીગળ પહેરવેશ અને તેમના ઉપયોગમાં આવતા તમામ પરંપરાગત સાધનો ખેતીમાં ઉપયોગમાં આવતા સાધનો લઈ રેલીમાં સમાજના લોકો જોડાયા હતા
આવધા ગામે આવેલ સાકાર વાંચન કુટિર સાકાર મ્યુઝિયમ સહિત ની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી હતી જેમાં ગામના યુવા બાળકો વૃદ્ધ મહિલા સહિતના અનેક લોકો જોડાયા હતા ડીજે તેમજ આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યો સાથે તુર કાહલી થાળી સહિત ઘર વપરાશમાં ઉપયોગમાં આવતા સાધનો સુપડું ટોપલુ ઘંટી સહિત લઈ ને રેલીમાં નીકળ્યા હતા સાથે સાથે ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો લઈને રેલીમાં જોડાયા હતા નીકળેલી આ અનોખી રેલી ગામના વિવિધ વિસ્તાર માં ફરી છે ..





