મોડેલ સ્કૂલ માલનપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીકરવામાં આવી

On: August 8, 2022 3:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી

9મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ના ભાગરૂપે તા – 08/08/2022 ના  સોમવારના રોજ’ મોડેલ સ્કૂલ ,માલનપાડામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં,  મુખ્ય મહેમાન તરીકે ગોકુલભાઈ એમ પટેલ (  પ્રાથમિકશિક્ષક સંઘ ના પ્રમુખ ,ભૂતપૂર્વ આચાર્યશ્રી.) જેઓ ઉપસ્થિત રહયા હતા સાથે અતિથિ વિશેષ મહેમાનો અરવિંદભાઇ પટેલ( નિવૃત શિક્ષક, આદિવાસી સાહિત્ય લેખક) તથા જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિંન્ટર,ધરમપુર )  જેઓએ કાર્યક્રમને અનુરૂપ આદિવાસી ઓળખ ,સંસ્કૃતિ તથા પર્યાવરણ અંગે વિધાર્થી ,વાલીઓ ને ઉજાગર અને જાગૃત કર્યા હતા ..ઉપરોક્ત,વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક લોકબોલીમાં પ્રસ્તુત થઈ હતી..આદિવાસી નૃત્ય, આદિવાસી નાટક ,લોક ગીત, ચિત્ર સ્પર્ધાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, લોકવાદ્ય તૂર વગેરે સુંદર રજૂઆત કરવામાં આવીહતી .આદિવાસી સમાજનું લોકવાદ્ય તૂર વાદનથીકાર્યક્રમની શોભા વધારી હતી .આમ,કાર્યક્રમને અનુરૂપ શાળાના આચાર્યશ્રી ડો . વર્ષા બી પટેલ દ્વારા વિધાર્થીઓ અને વાલીઓ ને સંસ્કૃતિ જાળવવા તથા તેનું  સંંવર્ધન કરવાની હાકલકરી હતી. ઉપરોક્ત, શાળાના સ્ટાફમિત્રો, તથા અવિનાશભાઈ જી પટેલ દ્વારા કાર્યક્રમનું એકરિંગ અને સંચાલન કરવામાંઆવ્યું હતું.  મહેન્દ્ર  યુ પટેલ દ્વારા બંધારણની ૫ મી અનુસૂચિ , હક અને અધિકાર અંગે માહિતી આપી હતી

મોટી સંખ્યામાં રહ્યા લોકો હાજર

આમ,શાળાના તમામ વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.. અંતે શાળાની વિધાર્થિનીએ પોતાની બોલીમાં આભરવીધી કરી કાર્યક્રમને  મોડેલ શાળા પરિવારે સફળ બનાવ્યો હતો…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!