રસ્તા , કમ્પાઉન્ડ વોલ , નાળા , પેવર બ્લોક , જાહેર શૌચાલય નાળા ગટર , બાંકડા , સ્મશાનભૂમિ , પ્રોટેક્શન વોલ , પીવાના પાણીની પાઈપલાઈન , રેનબસેરા , હેન્ડપંપ , વિગેરે સામુહિક સુવિધાના કુલ ૯૨ કામો રૂ .૨૧૭.૭૭ લાખના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે એમ એમ એસ એમ હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવી જે પૂર્વે ખુલ્લી જીપ સાથે સાંસ્કૃતિક વારસો અને વાદ્યો સાથે ત્રણ દરવાજા થી નીકળેલી રેલી માં જન સૈલેબ ઉમટી પડ્યો હતો ડીજેના તાલે સેંકડોની જન મેદની સાથે નીકળેલી યાત્રા પાલિકા સામે આવેલા બાબા સાહેબ આંબેડકર સર્કલ પર પહોંચીને ડો.બાબા સાહેબની પ્રતિમાનું પુષ્પ ગુચ્છ દ્વારા અભિવાદન કર્યું હતું

આજના ૧૭૮ – ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના વ્યક્તિગત લાભાર્થીઓને સહાય તથા સામુહિક યોજનાઓના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું . તેમાં વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓમાં વન અધિકાર અધિનિયમ -૨૦૦૬ હેઠળ જંગલ જમીન આપવાના અધિકારપત્રોના ૨૧૬૨ લાભાર્થીઓ , સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દુધાળા પશુઓના ૪૦૫ લાભાર્થીઓ , ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ આંબા કલમ સહાયના ૧૪૮ લાભાર્થીઓ , મંડપ યોજના હેઠળ વેલાવાળા શાકભાજી માટે મંડપ સાધનોના ૩૩ લાભાર્થીઓ , ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ઓઈલ એન્જીન સહાયના પ લાભાર્થીઓ , તાડપત્રી સહાયના ૨૦ લાભાર્થીઓ , ઈલેક્ટ્રીક મોટરથી ચાલતા અનાજ ઉપણવાના પંખા સહાયના ૫ લાભાર્થીઓ , પ્રિ – મેટ્રીક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના ૩૬૬૦૦ લાભાર્થીઓ કુંવરબાઈનું મામેરૂ સહાય યોજનાના ૪૪ લાભાર્થીઓ , પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સહાયના ૨૪૫ લાભાર્થીઓ , સિકલસેલના દર્દીઓને સહાયના ૨૪૭ લાભાર્થીઓ , સ્વસહાય જુથોને રીવોસ્વિંગ ફંડના ૪ લાભાર્થીઓ , ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનાના ૨૭ લાભાર્થીઓ , વયવંદના યોજના લાભાર્થીઓ , નિરાધાર વૃધ્ધ સહાય યોજનાના ૧૦ લાભાર્થીઓ , મેન્ટલી ડીસેબલ પેન્શન યોજનાના ૩ લાભાર્થીઓ તમામ મળી કુલ ૩૯,૯૮૬ લાભાર્થીઓને રૂ .૯૬૨.૬૪ લાખની વ્યક્તિગત સહાય ચુકવવામાં આવી હતી
સામુહિક વિકાસના કામોમાં રસ્તા , કમ્પાઉન્ડ વોલ , નાળા , પેવર બ્લોક , જાહેર શૌચાલય નાળા ગટર , બાંકડા , સ્મશાનભૂમિ , પ્રોટેક્શન વોલ , પીવાના પાણીની પાઈપલાઈન , રેનબસેરા , હેન્ડપંપ , વિગેરે સામુહિક સુવિધાના કુલ ૯૨ કામો રૂ .૨૧૭.૭૭ લાખના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું





