
વાપીમાં ગઈકાલે સાંજે 4 વાગ્યા થી શરુ થયેલ મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એમ એક ધારો 2 કલાક વરસાદ વરસ્યો જેના કારણે વાપીના આસપાસના નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ફરી વળ્યા હતા.વાપીના પૂર્વ વિસ્તાર થી પશ્ચિમ જે જોડતો રેલવે નવો અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનો માટે બંધ કરવામાં આવતા સાંજે 6 વાગ્યા થી રાત્રે 11 વાગ્યા સુધી ચાર ચક્રી વાહનો સાથે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિક માં ફસાઈ ગયા હતા અને તોબા પોકારી ઉઠ્યા હતા
વાપી ગુંજન સર્કલ થી પી ડબલ્યુ ડી સર્કિટ હાઉસ સુધી તો રેલવે ઓવર બ્રિજ થી ચલા તેમજ કચીગામ રોડ સુધી તો આ તરફ છરવાડા રોડ આર જી એસ હાઇસ્કુલ સુધી હાઇવે સર્વિસ રોડ છેક બલીઠા જકાત નાકા સુધી મોટા વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી વાહન ચાલકો પોતાના નિવાસ્થાને જવા માટે ટ્રાફિક ખુલ્લો થવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા મહત્વ નું છે કે સ્થળ ઉપર માટે ગણ્યા ગાંઠ્યા ટી આર બી અને પોલીસ જવાન હોવા ને કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક સર્જાતા પોલીસ કર્મી ઓ સાથે પણ જીભાજોડી કરતા જોવા મળ્યા હતા
પાલિકાના પાપે પૂર્વ થી પશ્ચિમ ને જોડતા અન્ય કોઈ વૈકલીપ માર્ગ ના હોય વાપી વાસીઓ ને સતત બે થી ત્રણ કલાક સુધી ટ્રાફિક ની કતારો માં ઉભા રેહવાનો વારો આવ્યો હતો
પાલિકા સંચાલકો અને અગ્રણીઓ પાસે પૂર્વ પશ્ચિમ વાપીના જોડતા માર્ગ માટે અન્ય કોઈ નક્કર વિકલ્પ ના હોવાથી તેમજ ચોમાસા પૂર્વ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા પ્રજાને ચોમાસા દરમ્યાન મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે





