
શ્રી ગણેશ નવયુવક મંડળ ધરમપુર કૈલાસ રોડ દ્વારા વાલ્મિકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 24 ના રોજ રવિવારના દિને વાલ્મિકી સમાજ દ્વારા ૧૨ જેટલી ક્રિકેટ ટીમ માટે યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવૅ તેમજ ખેલદિલીની ભાવના જાગે તેવા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૨ જેટલી ટીમ વચ્ચે મેચ યોજાઇ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના માજી પ્રમુખ જયદીપ ભાઈ સોલંકી ધીરૂભાઈ કિર્તીભાઈ આહીર ધવલભાઇ અને રાહુલ સોલંકી એ હાજરી આપી હતી સાથે જ ફાઇનલમાં ધરમપુર અને બીલીમોરા ની ટીમ વચ્ચે રોમાંચક મેચ યોજાઇ હતી જેમાં પ્રથમ ઇનિંગમાં ધરમપુરી બેટિંગ લીધા બાદ ત્રણ ઓવર માં 39 રન ફટકાર્યા હતા જેની સામે સેકન્ડ ઇનિંગ માં બીલીમોરાની ટીમ 35 રન પર ઓલ આઉટ થઈ જતા ફાઇનલ મેચ ધરમપુર ની ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને ફાઈનલની ટ્રોફી તેમજ ચાર હજાર રોકડ રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા











