Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાંચ સ્કૂલોના વાલીઓએ એફઆરસી સમક્ષ ફી વધારાનો વિરોધ કર્યો

On: March 23, 2022 8:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એેફઆરસી દ્વારા વધુ ત્રણ વર્ષ માટે સ્કૂલોની ફી જાહેર થઈ રહી છે અને તેમાં વડોદરા શહેરની કેટલીક સ્કૂલોની ફીમાં વધારો કરાયો છે.આ સંજોગોમાં વાલીઓનો અસંતોષ સપાટી પર આવી રહ્યો છે.

આજે શહેરની પાંચ સ્કૂલો સામે આજે વાલીઓનો એક મોરચો ડીઈઓ કચેરીના કેમ્પસમાં આવેલી એફઆરસી( ફી રેગ્યુલેશન કમિટિ)ની ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો.તેમની સાથે વડોદરા વાલી મંડળના સભ્યો પણ જોડાયા હતા.વાલીઓનુ કહેવુ હતુ કે, બે વર્ષથી કોરોનાના કારણે ઘરના બજેટ ખોરવાઈ ગયા છે અને મોંઘવારી વધી ગઈ છે છતા પણ એફઆરસી દ્વારા આ સ્કૂલોની ફીમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે.

દરમિયાન વાલી મંડળના હોદ્દેદાર દિપક ઠક્કરનુ કહેવુ હતુ કે, જે સ્કૂલના વાલીઓ આજે એફઆરસીના નિર્ણય સામે રજૂઆત કરવા માટે આવ્યા હતા તે પૈકી ડીપીએસની ફી ૪૬૦૦૦ રુપિયાથી વધારીને ૬૩૦૦૦ રુપિયા કરવામાં આવી છે.જોકે આ વચગાળાનો હુકમ છે અને તેની સામે  સ્કૂલે અપીલ કરી છે.ઉત્કર્ષ સ્કૂલની ફી ૧૮૦૦૦ રુપિયાથી વધારીને ૨૪૦૦૦  રુપિયા કરી  આપવામાં આવી છે.સંત કબીર સ્કૂલની ફી ૪૧૦૦૦ રુપિયા હતી.જે એફઆરસીએ વધારીને ૫૧૦૦૦ રુપિયા કરી આપી છે.અક્ષર પબ્લિક સ્કૂલની ફી ૧૬૦૦૦થી વધારીને ૨૫૦૦૦ રુપિયા કરવામાં આવી છે.

વાલી મંડળનુ કહેવુ હતુ કે, આ ઉપરાંત જીપીએસ સ્કૂલના સત્તાધીશો એફઆરસીએ જે ફી નક્કી કરી છે તેના કરતા વધારે ફી લઈ રહ્યા છે.જોકે તેની સામે પણ એફઆરસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!