Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અલંગ યાર્ડમાં ભંગાણ અર્થે આવતા જહાજમાંથી લાખ્ખોનો મુદ્દામાલ દરીયામાં જ ઉતારી લેવાયો

On: March 23, 2022 9:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અંતિમ સફરે આવતા જહાજોને નિશાન બનાવી દેશી ચાંચીયા કાળી કમાણી કરી રહ્યા છે

– રાતના અંધારામાં જસપરા-મીઠીવીરડી વચ્ચે તંત્રની મીઠી નજર હેઠળ માલ પગ કરી જાય તે પહેલા જ પોલીસ ત્રાટકી!

તળાજા : અલંગ-સોસિયા શિપબ્રેકિંગ યાર્ડમા અંતિમ સફરે આવતા જહાજો દેશી ચાચિયાઓ, મહિલાઓ સહિતની સ્થાનિક તસ્કર ગેંગ માટે કાળી કમાણી નું સાધન બની રહ્યું છે. જીવને જોખમમાં મૂકીને રૂપિયાના લાલચુ માણસોના કારણે જહાજમાં પડેલા કિંમતી માલ સમાનની લાખોમાં કિંમત અંકાય તે રીતે ચોરીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. સરકારના નિષ્ઠાવાન અધિકારી,કર્મચારીઓની સામે અમુક ભ્રષ્ટાચારીઓના પાપે તંત્ર બદનામ થઈ રહ્યું છે. શિપ બ્રેકરો પણ અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે. છતાંય બહાર પાણીએ આવેલા જહાજમાંથી ચોરીઓ બંધ થવાનું નામ લેતી નથી!

જાણવા મળતી વિગતો અનુસાર અલંગ યાર્ડના પ્લોટ નં.૧૧માં ટાવર જહાજ આવી રહ્યું હતું. એ જહાજ માંથી ૧૫૦૦થી ૧૮૦૦ કિલો તાંબાના પાઇપ જહાજમાંથી ઉતારી હોડી દ્વારા લાવી જસપરા માંડવાના સ્મશાનથી આગળ મીઠી વીરડીના દરિયા કિનારેથી આશરે એકાદ કિમિ દૂર પાઇપ લાવવામાં આવ્યા હતા. આ ચોરેલ માલની કિંમત રૂપિયા બાર લાખથી વધુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આસાનીથી જહાજ પરથી દોઢ-પોણા બે ટન જેટલો તાંબાના ેમાલ કાઢવામાં આવ્યો તેની પાછળ શિપ બ્રેકરના જ ફૂટેલા ગદ્દાર માણસોનો હાથ હોવાનુ સામે આવ્યું છે.

સોમવારની રાત્રે  જસપરા-મીઠી વીરડી વચ્ચેના દરિયા કિનારે આવેલો માલ કેટલાક ખાખીધારીઓની મીઠી નઝર તળે નીકળી રહ્યો હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. ત્યારે ચોરાઉ માલ દરીયા કિનારે લાવવામાં આવ્યો હોવાની બાતમી આધારે માલ હજુ સગેવગે થાય તે પહેલા જ અધીકારી અને સ્ટાફ રાતના અંધારામાં ત્રાટકયા હતા. માલને ગઈકાલે વહેલી સવારે મરીન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. ચોક્કસ બાતમીદારોના નેટવર્કને લઈ પર્દાફાશ થયો. જો કે આ માલ મરીન પોલિસ મથકની હજુ પાછળ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ અને આ બાબતે ૨૪ કલાક બાદ અલંગ મરીન પોલીસ મથકના પી.એસ.ઓ સુરેશભાઈ બારૈયાને પુચ્છા કરતા બનાવને લઈ હજુ કશુ પોલીસ ચોપડે દર્શાવવામાં આવ્યુ ન હોવાનું જણાવ્યુ હતુ.

શિપ બ્રેકર પણ પોતાનો માલ ચોરાયાથી વાકેફ

રેતીના ધંધા સાથે સંકળાયેલા ઈસમએ કિનારે આવતા જહાજમાંથી માલ કઢાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. ચોક્કસ ગેંગ અને હોડી દ્વારા આ માલ દરિયા કિનારે લાવવામાં આવ્યો હતો. આ મામલે શિપ બ્રેકર સમીરભાઈનો સંપર્ક કરતા તેઓએ વાતને સમર્થન આપી જણાવ્યું હતું કે પોતાને અધિકારી દ્વારા  મરીન પોલિસનો સંપર્ક કરવા જણાવ્યું હોવાનું ઉમેર્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!