છીરી દેસાઈ વાડ માંથી સાગના બાંકડા સહિત ગરમી નજીક આવતા બંધ ઘર માંથી ફ્રીઝ ચોરી કરતા ચોર

On: March 22, 2022 2:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

છીરી ગામ ના દેસાઈ વાડ માં એજ ગામ ના પાદરે પોલીસ ચોકી હોવા છતાં ?અસમાજિક તત્વો નું દૂષણ દિન પ્રતિદિન વધી જવા પામ્યું છે. અસમાજિક તત્વો ને પોલીસ ડર રહ્યો નથી એવું જણાઈ રહ્યું છે. છીરી ના દેસાઈ વાળ માં જૂના જમાના માં વડીલ લોકો જેના ઉપર બેસી સુખ દુઃખ ની વાતો કરી મન હલકા કરતા હતા. તેવા સાગી બાકડા કુલ આંઠ નંગ અને એક બંધ મકાન માંથી ફ્રીઝ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઉપાડી ગયા ની  વાતે જોર પકડ્યું છે. જૂના જમાના ના બનેલ બાકડા આજની કિંમત પ્રમાણે એક નંગ બાર હજાર માં તૈયાર  કરી શકાય?  તસ્કરો દ્વારા એવા  કીમતી ફર્નિચર ઉપાડી ને લઈ ગયા

જેને ઉપાડવા માટે ચાર પાંચ માણસો વગર અને ટેમ્પા જેવા ભારે વાહન વગર લઈ જઈ ના શકે? અસમાજિક તત્વો દ્વારા કરેલ હરકત ને લઈ કિંમતી ચીજ વસ્તુઓ નો ચોરી કરવી? એ પોલીસ અધિકારીઓ માટે શરમજનક બનેલ ઘટના કહી શકાય? સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે અવર નવર બનતી ચોરી ની ઘટના માં આ અગાઉ દેસાઈ વાળ માં બંધ મકાન માં થી કીમતી ફર્નિચર ની પણ ચોરી થયા ની પોલીસ ફરિયાદો થઈ હતી. તેમ છતાં હજુ સુધી એવા અસમાજિક તત્વો ની ધરપકડ કરવામા આવી નથી. જે પોલીસ અધિકારીઓ માટે પડકાર રૂપ બનેલ ઘટના કહી શકાય? પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન કરે એ જરૂરી બન્યું છે. બેકાર અને સમાજ માં દૂષણ પેદા કરતા લોકો ને મોકળુ મેદાન મળે એ પેહલા એવા અસમાજિક તત્વો ની ધરપકડ કરી એમની શાન ઠેકાણે લાવવી જોઈએ. એવા સમાજ ના દુષણો ઉપર પોલીસ લાલ આંખ કરે એવી લોક લાગણી જોવા મળી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!