અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા માંગ

On: March 17, 2022 2:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

આ વર્ષે હોળી
પહેલા જ રાજ્યમાં અસહય ગરમી શરૃ થઈ ગઈ છે ત્યારે 
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે સ્કૂલોનો સમય સવારનો કરવા માટે સરકારને રજૂઆત કરી
છે.     

રાજ્યની
પ્રાથમિક શાળાઓનો સમય અગાઉના વર્ષોમાં મોટા ભાગના જિલ્લાઓમાં ઉનાળાની શરુઆત થતા
કાળઝાળ ગરમીને લીધે ૧લી એપ્રિલથી બદલવામા આવતો હતો.૧લી એપ્રિલથી સ્કૂલોનો સમય
સવારનો કરવામા આવતો હતો. પરતુ આ વર્ષે ઘણા દિવસો પહેલાથી જ માર્ચમાં અસહ્ય ગરમી
અને તાપ પડવાનું શરૃ થઈ ગયુ છે. તેમજ એપ્રિલ-મે જેટલી અસહ્ય ૪૦થી૪૨ ડિગ્રી ગરમી
પડી રહી છે.

જેથી બાળકો સહિત શૈક્ષણિક સ્ટાફને  બપોરના સમયે ખૂબ જ મુશ્કેલી પડે છે અને ભારે
ગરમીનો સામનો કરવો પડે છે. સવારની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય વધુ અનુકુળ રહે તે
માટે રાજ્યની તમામ શાળાઓમાં ૨૧મી માર્ચથી બપોરના સમયમાં ફેરફાર કરી સવારનો સમય
કરવા માટે શિક્ષણ વિભાગને રજૂઆત કરવામા આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!