Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેર અને જિલ્લામાં હુતાસણીના પર્વ પહેલાં એકાએક મોસમ એ ફરીથી કરવટ બદલી

On: March 16, 2022 8:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– આજે સવારે ફરીથી ઝાકળ ભીની સવાર ના પ્રારંભ સાથે ગાઢ ધુમ્મસ છવાયું: પ્રતિ કલાકના 35કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

જામનગર તા.16 માર્ચ 2022 

જામનગર શહેર અને જિલ્લામાં આજે એકાએક હવામાનમાં ફરીથી પલટો આવ્યો છે, અને હોળી ધૂળેટીના તહેવાર પહેલાં મોસમે ફરીથી કરવટ બદલી છે. વહેલી સવારે ઝાકળ ભીની સવાર ના કારણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વહેલી સવારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, અને માર્ગોપર પાણીના રેલા ઉતર્યા હતા. સાથોસાથ એકાએક પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી ઠંડી-ગરમી સહિતનું ફરીથી મિશ્ર વાતાવરણ બન્યું છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજે સાત વાગ્યાથી એકાએક હવામાન પલટાયું હતું, અને સૂસવાટા મારતો પવન શરૂ થઈ ગયો હતો. તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મોડી સાંજે પવનની સ્પીડ વધીને પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે થઈ ગઈ હતી, એટલું જ માત્ર નહીં રાત્રિના નવ વાગ્યા પછી એકાએક ભેજનું પ્રમાણ વધી ગયું હતું, અને રાત્રિના સમયે ભેજના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા. આજે વહેલી સવારે ઝાકળ ભીની સવાર થઈ હતી, અને ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ હોવાથી વાહનચાલકોને ફરીથી લાઈટ ચાલુ રાખીને તેમજ વાઇપર શરૂ કરીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત માર્ગો પર ઝાકળના કારણે પાણીના રેલા ઉતર્યા હતા.

જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 35.6 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૧ ટકા થઇ ગયું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને 35 કિમી સુધી પહોંચી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!