ગાંધીનગરઃ મુખ્યમંત્રીએ સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન-'એમ્પાવરમેન્ટ રાઈડ 2022'ને પ્રસ્થાન કરાવ્યું

On: March 16, 2022 4:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દિલ્હીથી 5,280 કિમીનું અંતર કાપીને વિવિધ રાજ્યોમાં થઈને આ 35 જેટલી બાઈકર્સ 30મી માર્ચે તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે

ગાંધીનગર, તા. 16 માર્ચ 2022, બુધવાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યોરિટી ફોર્સની જાંબાઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપીડેશન’-‘એમ્પાવરમેન્ટ રાઈડ 2022’ને BSF ગુજરાતના હેડક્વાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગત તા. ૮મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસના રોજ 35 જેટલી ડેર ડેવિલ બાઈકર્સ ટીમે નવી દિલ્હીના ઈન્ડીયા ગેટથી આ સાહસિક સફર શરૂ કરી હતી. 

દિલ્હીથી 5,280 કિમીનું અંતર કાપીને વિવિધ રાજ્યોમાં થઈને આ 35 જેટલી બાઈકર્સ તા. ૩૦મી માર્ચના રોજ તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે.

BSFની આ મહિલા બાઈકર્સ ટીમ ગુજરાત BSF હેડક્વાર્ટર ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને સફળતાની શુભેચ્છાઓ પાઠવીને આગળના પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 

ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અવસરે દેશની એકતા, અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઈકર્સને નારીશક્તિ, સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી. 

મુખ્યમંત્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 7 વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે. 

વર્ષ 2014માં 1 લાખ 05 હજારની સંખ્યા હતી તે 2020માં 2 લાખ 15 હજારની થઈ ગઈ છે. 

ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યોરિટી ફોર્સની આ મહિલા બાઈકર્સ 350 CCના રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા. 

આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તથા BSFના ઈન્સપેકટર જનરલ જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ BSFના અફસરો-જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!